તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદરમાં શાળા નજીક સ્પીડ બ્રેકર મૂકવા માંગ

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ

પોરબંદર શહેરમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ સ્કૂલોની આસપાસ નગર પાલિકા તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા અગાવ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકેલ હતા અને આજની પરિસ્થતિમાં પણ પોરબંદર શહેરની ઘણી નામાંકિત સ્કૂલોની આસપાસ નીયત નિયમ મુજબ સ્પીડ બ્રેકર હોવા જોઈએ જે રાખવામાં આવેલ નથી. અને જે જગ્યા એ મુકેલ છે એ પણ પ્લાસ્ટિકના તૂટેલ હાલત માં છે. શહેરની અનેક શાળા નજીક સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ નથી કે હયાત રહ્યા નથી.

પોરબંદર શહેરમાં વધુ સ્પીડે સ્કુલ પાસેથી વાહન ચાલક નીકળતા સ્વામીનારાયણ સ્કુલના વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અને અગાવ પણ અકસ્માતના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. હાલના સમયે વધુ સ્પીડે વાહનોની અવર જવર થતી હોય અને સ્કૂલ પાસે અકસ્માતમાં છાત્રો તેમજ અન્ય રાહદારીઓ હેરાન ના થાય એ હેતુ થી નિયમ મુજબ સિમેન્ટ કોન્ક્રીટના સ્પીડ બ્રેકર તાત્કાલિક મૂકી આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તંત્રને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...