રજૂઆત:ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબી સ્ટાફની ખાલી જગ્યા ભરવા માંગ

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે
  • સત્વરે તબીબી સ્ટાફની નિમણૂંક કરવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીને રજૂઆત

પોરબંદર શહેરની ભાવસિંહજી અને લેડી હોસ્પિટલમાં શહેરના તથા છેવાડાના ગામડાઓમાંથી લોકો સારવાર માટે આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ હોસ્પિટલમાં જરૂરી તબીબી સ્ટાફની જગ્યાઓ ખાલી છે. જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજયકક્ષાના આરોગ્ય મંત્રીને સત્વરે તબીબી સ્ટાફની નિમણૂંક કરવા માંગ કરાઇ છે.

પોરબંદર જીલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબી સ્ટાફની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીઓને અગવડતા પડી રહી છે. શહેર અને ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં જરૂરી તબીબી સ્ટાફના અભાવે હાડમારી વેઠવી પડી રહી છે અને દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.

આ અંગે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયાએ રાજયકક્ષાના આરોગ્ય મંત્રીને લેખીત રજૂઆત કરીને સત્વરે ફીઝીશ્યન, જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન સહિતના તબીબી સ્ટાફની સત્વરે નિમણૂંક કરવા માંગ કરાઇ છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ વેઠવી ન પડે તે માટે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...