તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ખોળ કપાસિયાના સતત વધતા ભાવો અંકુશમાં લાવવા માંગણી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા રબારી સમાજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું

ખોળ-કપાસીયાના સતત વધતા જતાં ભાવોને અંકુશમાં લાવવા પોરબંદર જિલ્લા રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે.જિલ્લા રબારી સમાજના પ્રમુખ ભીમાભાઇ દાનાભાઇ મકવાણા, જો. પ્રમુખ પવનભાઇ કોડીયાતર, ઉપપ્રમુખ નાગકાના ગોગનભાઇ મોરી વગેરેએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતભરમાં દુધની સરકારી ડેરી આવેલી છે તેમાં સુરત, વડોદરા અને રાજકોટમાં આ ડેરીઓમાં પ્રતિ લીટરે દુધમાં બે થી ચાર રૂપિયાનો વધારો કરેલ છે તો રોજને રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે.

ગમે તે જીવન જરૂરીયાત વસ્તુમાં ભાવમાં વધારો થશો હોય છે. અમારી માંગણી એવી છે કે જે ગુજરાતનો માલધારી સમાજ સમજુ અને સંસ્કૃતિ ભરેલો છે તો સરકારને અમારી રજૂઆત છે કે પોરબંદર સહીત ગુજરાતભરમાં નાની-મોટી ડેરીઓ આવેલ છે તે ડેરીઓમાં પશુ-પાલકો વધુ પડતું ફેટના હિસાબે દુધ આપતા હોય છે તો ડેરી સંચાલકોને અને સરકારને અમારા દુધના ભાવ ફેટમાં વધારો કરવો જોઇએ અને ડેરીના યુનીટમાં સેટીંગ કરી અને ફેટ કાપવા પણ ના જોયે અને પશુ પાલકોને ફેટ પુરા મળવા જોઇએ.

વિશેષ સરકારનું ધ્યાન દોરડા ખોડ અને કપાસિયાના ભાવ આસમાને પહોંચેલ છે તો સરકારને અમારી માંગ છે કે, ગુજરાત ઓઇલ મીલરોનો સંગ્રહખોરી બંધ કરી ખોળ કપાસીયાના છુટક વેપારી મારફત દરેક તાલુકા જિલ્લા લેવલે ખોળ તથા કપાસીયાનો ભાવ અંકુશમાં આવે એવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...