પોરબંદર શહેરમાં ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાણ અને ખનીજ ખાતામાં કાયમી મીનીસ્ટરની નિમણુંક કરીને ખાણખનીજ ખાતામાં હાલ કોઇ કાયમી મીનીસ્ટરનો હોદો આપીને નિમણુંક કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પદુભાઇ રાયચુરા દ્વારા રાજય સરકારને પત્ર લખીને જણાવાયું છે કે ગુજરાત રાજયનો સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં લાઇમ સ્ટોન, બોકસાઇટ, ફાયરકલે, ચાઇનાકલે જેવી અનેક મીનરલ્સ મોટા પ્રમાણમાં મળી આવે છે.
આ મીનરલ્સ આધારીત અનેક સીમેન્ટ પ્લાન્ટ, સોડાએશ, ફાયર બ્રિકસ, ટાઇલ્સ, કેલ્સીનેશન, રીફેકટરીઝ, કપચી, રેતી અને બિલ્ડીંગ સ્ટોન જેવા અનેક ઉદ્યોગોનું ટર્નઓવર 50 હજાર કરોડ જેટલું થાય છે. છેલ્લે ભાજપ સરકારમાં વિજયભાઇ રૂપાણી તથા ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારના છ વર્ષના સમયગાળામાં કોઇ જ સ્ટેટ લેવલના માઇન્સ મીનીસ્ટરની નિમણુંક થયેલ ન હોવાથી આશરે 2000 થી વધુ ખાણ માલીકો માત્રને માત્ર અધિકારીઓના આદેશોને માન્ય કરી લેવા લાચાર બન્યા છે.
હાલ આ માઇન્સનો હવાલો માત્ર મુખ્ય પ્રધાન પાસે રહેલો હોવાથી ખાણમાલીકોના અનેક પ્રશ્નો લટકતા રહી ગયા છે. હાલ રાજયમાં ભાજપની પૂર્ણ બહુમતીની સરકારી બની રહી છે તો તેમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ માટે સ્વતંત્ર હવાલો અથવા ડેપ્યુટી સ્ટેટ લેવલના મીનીસ્ટરની જો નિમણુંક કરવામાં આવે સરકારને પણ સારી એવી આવક રળી આપતા, હજારો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગોના પ્રશ્નો હલ કરવામાં સરળતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.