તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોના મહામારીને લઇ ખાનગી શાળા-કોલેજમાં 6 મહિનાની ફી માફ કરવા માંગ

પોરબંદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી

પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે કોરોના મહામારીના સમયમાં ખાનગી શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટી નવા શૈક્ષણિક વર્ષ 2021-22માટે તોંતિગ ફી વધારા સાથે ફી મંજૂર કરવાની કાર્યવાહી પુર્ણ કરવા આગળ વધી રહી છે. જોકે તેને બદલે મહામારીના સમયમાં વાલીઓને ફી મા રાહત આપવી જોઇએ.

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ શરૂ થઇ નથી. હાલના સંજોગો જોતા પાછલા વર્ષ કરતા આગળનું વર્ષ વધુ કઠીન-કપરુ લાગી રહ્યું છે, હાલમાં મોટા ભાગની શાળાઓએ ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ બંધ કરી દીધું છે તેમ છતા મોટા ભાગની શાળાઓએ આગામી વર્ષ માટે ફી ભરવા વાલીઓને નોટિસો અને મેસેજો ચાલુ કરી દીધા છે અને ફી રેગ્યુલેટરી કમિટી આગામી વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપવાની દિશામાં આગળ વધી રહી છે.

શાળા કોલેજો બંધ રહેતા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોટ્રેશન, સફાઇ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થયા નથી, મહામારીમાં અસહ્ય મોંઘવારીમાં સામાન્ય મધ્યમ વર્ગ, નોકરી અને ધંધા રોજગાર કરતા પરિવારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેવામાં સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિએ અગાઉથી ખાનગી શાળાઓને લાખો રુપિયાની ફી ઉઘરાવવાના પરવાના આપ્યા છે અને કોરોના વચ્ચે પણ આગામી વર્ષ માટે ફી વધારાને મંજૂરી આપવાની દિશામાં કાર્યવાહીથી વાલીઓની મુશ્કેલીમાં વધારો થશે જેથી આગામી છ મહિનાની ફી અંગે સરકાર જલ્દી નિર્ણય કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો