રજુઆત:ધોરણ 12 સાયન્સમાં 3 વિષય માટેની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મારફત શિક્ષણ મંત્રીને આવેદન આપ્યું

હાલ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, 1 વર્ષ બાદ પરિક્ષા લેવામા આવી છે તેમાં વિદ્યાર્થીઓના હિતાર્થે પેપરો શિક્ષકો દ્વારા કાઢવામા આવ્યા છે. કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી છે.

રાજ્યના ધોરણ 12 સાયન્સમા 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ 3 વિષયમાં નિડ ઈમ્પૃવમેન્ટ થયા છે, જેથી તેમનામા ઘણી ઉદાસિનતા આવી ગઇ છે. એકમાત્ર કારણ છે કે કોરોનાકાળમા વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ જ પ્રાપ્ત કર્યું હતું અને ટયુશન કલાસો પણ બંધ હોવાથી યોગ્ય અભ્યાસ કરી શકયા ના હતા. અંદાજિત દોઢક વર્ષથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું હાલ જે 12 સાયન્સમા પરિણામ જાહેર કરાયું છે તેમાં 10 હજાર કરતા વધુ જે વિધાર્થીઓ 2 અથવા 3 વિષયમાં નિડ ઈમ્પૃવમેન્ટ થયા છે.

ત્યારે આવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવામા આવે જેથી તેમનું વર્ષ ના બગડે અને પોતે આગળ અભ્યાસ કરી શકે. 2 વિષય સુધી બોર્ડ પૂરક પરિક્ષા લેતી હોય છે તો સાયન્સમા વિદ્યાર્થીઓ માટે એક વર્ષ બહુ મહત્વનું હોય તો આ વિદ્યાર્થીઓ ને જો 3 વિષયની પૂરક પરિણામની તક આપવામા આવે તો તેમનું ભવિષ્ય ખરાબ થતુ બચી શકે. આથી પોરબંદર NSUIના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી મારફત શિક્ષણ મંત્રીને આવેદન રૂપે 3 વિષયની પૂરક પરિક્ષા લેવામા આવે તેવી માંગ સાથે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...