નરસંગ ટેકરી ઓવરબ્રિજના સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોય જેથી આ મુદ્દો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુકાયો હતો આથી એક મહિનામાં સર્વિસ રોડ રીપેર કરવા કલેકટરે આદેશ કર્યો છે. પોરબંદરના નરસંગ ટેકરી ખાતે આવેલા ફ્લાય ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ ખુબજ બિસ્માર હાલતમાં હોવાથી આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હજારો સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીઓ ભોગવતા હોવાથી આ બ્રિજના બંને તરફના સર્વિસ રોડ રીપેર કરવા લાખણશી ગોરાણીયાએ રજુઆત કરી હતી.
આમ, છતાં સર્વિસ રોડનું સમારકામ ન થતા તેઓએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી હતી, તેના અનુસંધાને તા. 24/3/2022ના રોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ અને લાખણશી ગોરાણીયા સાથે મીટિંગ યોજી હતી. આ મિટિંગમાં જિલ્લા કલેકટરે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને એક મહિનામાં આ બંને સર્વિસ રોડ રીપેર કરવા આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે, નરસંગ ટેકરીથી પોલીટેક્નિક કોલેજ અને નરસંગ ટેકરીથી રોકડીયા હનુમાન મંદિર સુધી આવેલા બંને સર્વિસ રોડનો ડામર ઉખડી જવાના કારણે આ બને સર્વિસ રોડની આજુબાજુ આવેલ સોસાયટીઓ રહેવાસીઓ પારાવાર હાલાકી વેઠી રહયા છે. કલેકટરના આદેશનું પાલન થાય અને આ બિસ્માર બનેલ સર્વિસ રોડનું વહેલી તકે રીપેરીંગ થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.