રજુઆત:પોરબંદરની જાહેર ગલીઓમાં લોખંડના ડેલા દુર કરવા માંગ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી પગલાં ન લેવાતા આખરે મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર ગલીઓમાં લોખંડની જારીઓ ડેલા સ્થાનિકો દ્વારા મુકવામાં આવે છે જે દૂર કરવા દોઢ વર્ષથી કાર્યકરની રજુઆત છતાં પગલાં ન લેવાતા આખરે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર ગલીઓમાં સ્થાનિકો દ્વારા ગલી પેક કરવા માટે લોખંડની જારી અથવા ડેલા મુકવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં આ જારી અને ડેલાઓ જોવા મળે છે ત્યારે પોરબંદરના રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા નામના સામાજિક કાર્યકર દોઢ વર્ષથી આવા ડેલા હટાવવા અંગે પાલિકા તંત્રને રજુઆત કરી રહ્યા છે.

રમેશભાઈએ જણાવ્યું હતું કે, માંગેલ આરટીઆઇના જવાબમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જાહેર રસ્તાઓ જો કોઈએ જાણી જોઈને બંધ કરી દીધા હોય તો તે રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી પાલિકાના ચીફ ઓફિસરની રહેશે. દોઢ વર્ષથી આ અંગે રજુઆત છતાં કોઈ પરિણામ ન આવતા આખરે આ કાર્યકરે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે અને શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર ગલીઓમાં ફિટ કરેલ ડેલા હટાવવા આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...