હાલ વરસાદ ખેંચાતા ખેડુતોએ કરેલ મગફળીના વાવેતરને પાણીની જરૂરીયાત હોય, ખેડુતોને એક પાણી તેના પાકને મળી શકે તેટલા પાણી પોતાના કુવા માં હોય, અત્યારે ઉભો પાક સુકાઇ અને મુરજાઇ રહયો છે. ખેડુતભાઇઓએ ખુબ મોટો ખર્ચો કરી બીયારણ, ખાતર અને બે વખત દવાના છંટકાવ કરેલ છે. આ બધી બાબતોનો ખર્ચ વીઘે બહુ વઘારે પ્રમાણમાં હોય છે. જેથી ખેડુતો તેના પાકને બચાવવા, મુરજાતો રોકવા પોતાના કુવામાં પાણી ના હોય તો દુર દુર થી લાઈન વાટે અથવા બીજાના કુવે થી પાણી લેવા માટે તલપાપડ છે.
અને વઘારાનો ખર્ચ કરીને ખેતરે પાણી પહોંચાડે છે. પરંતુ અત્યારની સ્થિતીએ એકપણ ખેડુતને 12 કલાકમાં એક વીઘો પણ પાકમાં પાણી ફરતુ નથી કારણ કે, અડઘી કલાક પણ એકઘારો પાવર મળતો નથી. સમગ્ર પોરબંદર જિલ્લાના ખેડુતોના ખેતરોમાં નાકે પાણી પહોચે કે અડધી કલાક મોટર ચાલી કે ટેપીંગ આવી જાય છે અને લાઇટ વય જાય છે.
અને પુરતા વોલ્ટેજ થી પાવર પણ નથી આવતો જેથી જિલ્લાના ખેડુતોનો ઉભો પાક બચાવવા માટે 10 દિવસ અથવા વરસાદ આવે ત્યાં સુઘી ખેતીવાડીની લાઇનમાં પુરતો પાવર આપવો અને પુરા વોલ્ટેજથી પાવર આપવામાં આવે જેથી ખેડુતોના ખેતરમાં પાકમાં પાણી આગળ ચાલે તેવી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદરાએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર વડે રજુઆત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.