આવેદન:પોરબંદરની તમામ શેરી અને વોર્ડમાં તક્તી લગાવવા માંગ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન.સી.પી. દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

પોરબંદર શહેરના તમામ વોર્ડ તેમજ શેરીમાં વોર્ડ નંબર, શેરી નંબર તેમજ એરીયાના નામની તકતી કે બોર્ડ મૂકવાનું પોરબંદર જિલ્લા તેમજ શહેર રાષ્ટ્રવાદી કોગ્રેસ પક્ષ દ્વાર અપિલ તેમજ કલેકટર સાહેબ આવેદનપત્ર આપવામા આવેલ છે.

પોરબંદર જિલ્લા રાષ્ટ્રવાદી કોગ્રેસ પક્ષ અધ્યક્ષ અરવિંદ જોષી તથા પોરબંદર શહેર અધ્યક્ષ ચીરાગ પંડ્યા તેમજ દિપેન થાનકી, બલભદ્રસિહ જેઠવા, વિનુભાઈ ભુડિયાં, પરેશભાઈ ઉમરાણીયા, ધીરેનભાઈ લોઢારી, મિલાપભાઈ લોઢારી દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર પોરબંદર તેમજ પોરબંદર નગરપાલિક કચેરીઍ આવેદનપત્ર આપવામા આવેલ કે પોરબંદર શહેરમા અગાઉ તમામ શેરી ઉપર શેરી નંબર તેમજ વોર્ડ નંબરના બોર્ડ લગાડવામાં આવેલ હતા તે તમામ બોર્ડ નીકળી ગયેલ છે.

તો આગામી ધારાસભ્ય અને નગરપાલિકાની ચૂંટણી આવતી હોય તો આ ચુંટણીને અનુલક્ષીને પોરબંદર શહેરના તમામ વોર્ડ તેમજ શેરીમાં વોર્ડ નંબર, શેરી નંબર તેમજ એરીયાના નામની તખ્તી કે બોર્ડ લગાડવાની પોરબંદર જિલ્લા તેમજ શહેર રાષ્ટ્રવાદી કોગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...