રજૂઆત:કુતિયાણા તાલુકામાં મનરેગા અંર્તગત માલ સામાન સ્કીલ, સેમી સ્કીલ અને મજુરીના પેમેન્ટ ચૂકવવા માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણા તાલુકા સરપંચ સંગઠન લાલઘૂમ, સમય મર્યાદામાં રૂપિયા નહી આવતા મજૂરોની દયનીય સ્થિતિ, સરપંચ સંગઠન દ્વારા લેખિત રજૂઆત

કુતિયાણા તાલુકામાં મનરેગા અંર્તગત વિવિધ ગામોમાં કરવા પાત્ર થતા તમામ કામો ગામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે. જેવાકે પેવર બ્લોક, આંગણવાડી રીપેરીંગ, વરસાદી પાણી સંગ્રહના ટાકા, સામુહીક શોકપીટ તથા અન્ય બીજા કામો પણ કરેલ છે, જેના પેમેન્ટ માટેની તમામ કાર્યવાહી કરેલ છે.

પરંતુ હજી સુધી પેમેન્ટ મળેલ નથી. મનરેગાની ગાઈડલાઈન મુજબ પેમેન્ટ માટેની તમામ કાર્યવાહી બાદ 15 દિવસની અંદર મજુરના તથા સ્કીલ, સેમી સ્કીલના રૂપિયા મજૂરોના ખાતામાં પડવા જોઈએ, પરંતુ મજુરના રૂપિયા પણ સમય મર્યાદામા નથી પડ્યા. મનરેગની ગાઈડ લાઈન મુજબ પેમેન્ટ પડતું ન હોવાથી મજુરોની સ્થિતી દયનીય બની ગઈ છે. સરકારની રોજગારી આપવા માટેનો આ એક મોટો ફાયદો છે પણ સમય મર્યાદામાં પેમેન્ટ ન થતું હોવાથી મજુર વર્ગ મુશ્કેલી વેઠી રહ્યો છે.

જેથી મનરેગા અંર્તગત મજુર વર્ગ કામ કરવા માટે આવવા ખુશી નથી આથી ગામના વિકાસના કામમાં રૂકાવટ આવી છે. ગ્રામ પંચાયત દ્વારા કરેલ વિકાસના કાર્યોનું બિલો પણ મનરેગા સોફટમાં ઓનલાઈન કરેલ છે પરંતુ બિલો હજી સુધી ખાતામાં જમા થયેલ નથી. આ અંગે વારંવાર રજુઆતો કરેલ પણ અમને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી. ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરતા એકજ જવાબ આપવામા આવે છે કે એફટીઓ રીજેક્ટ થાય છે પણ તેનું કારણ આપવામાં આવતું નથી.

ઘણી ગ્રામ પંચાયતોનાં પેમેન્ટ એક વર્ષથી ઓન લાઈન કરેલ પણ હજુ પેમેન્ટ મળેલ નથી. સ્કીલ, સેમી સ્ટીલના પેમેન્ટ પણ નથી પડતા જેથી કડીયા પાસેથી કામ કઈરીતે કરાવવું મુશ્કેલ બને છે. કર્મચારીના પગાર પણ હજીસુધી નથી થયા. કુતિયાણા તાલુકા નું જ પેમેન્ટ નથી થતુ.

જો કોઈ ટેકનીકલ ઇસ્યુ હોય તો ટીડીઓના એકાઉન્ટમા પૈસા નાખી ચેકથી પેમેન્ટ કરી શકાય છે. અધિકારી દ્વારા મૌખિક એવું કહેવામા આવે છે કે તમે તમામ સરપંચો ગાંધીનગર કમીશ્નરને રૂબરુ મળીને આનો નિકાલ કરો તેવી સૂચના આપેલ છે. જેથી તુરંત પેમેન્ટ કરવામાં આવે તેવી કુતિયાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ડીડીઓ સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે.

પ્રતિક ઉપવાસ અને કામના બહિષ્કાર ની ચિમકી
કુતિયાણા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતુંકે, આ યુનીયન ના છૂટકે બનાવવું પડયું છે. તા. 10/9/22 સુધીમા પેમેન્ટ નહી પડે તો ના છૂટકે કુતિયાણા તાલુકાના તમામ સરપંચોને જિલ્લા પંચાયતની સામે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે. તા. 12/9 ના રોજ થી સવારે 11 કલાક થી સાંજના 5 કલાક સુધી દરરોજ જયાં સુધી પેમેન્ટનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ અને તમામ કામોનો બહીસ્કાર કરીશું તેવું લેખિતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...