આવેદન:ઠંડીની સિઝનમાં સવારની સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSUI એ પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારની તમામ શાળાઓનો સમય એક કલાક મોડો કરવા પોરબંદર NSUI એ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસનો સમય સવારના 7 વાગ્યાનો હોવાથી બાળકોને કડકડતી ઠંડીમાં વહેલું ઉઠવાની ફરજ પડે છે. સવારની જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી જે ધોરણ 1 થી ધો 5 મા નાના નાના ભુલકાઓને સવારે તકલીફ ન પડે.

વહેલો અભ્યાસનો સમય હોવાને કારણે જે બાળકો બસમાં જતા હોય તેમને 30 મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે. સવારે 6 વાગ્યે અંધકાર પણ હોય છે જેથી બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય ત્યારે આવી ઠંડીમાં ભુલકાઓ બીમાર પડી શકે છે. આથી ખાનગી શાળાનો સમય સવારે 1 કલાક મોડો કરવામાં આવે તેવી જિલ્લા NSUIના કાર્યકરોએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...