જિલ્લામાં આવેલી નદીઓ, ભાદર, વર્તુ નદીમાં મીઠી રેતી માટેની લિઝ ન આપો અને જે લીઝ આવેલી છે તે રદ કરવામાં આવે. રેતી કાઢી લેવાથી કુદરતી પાણી સંગ્રહનો સ્ત્રોત નાશ પામે છે તેવી એડવોકેટ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં આવેલ નદીઓ ભાદર, વર્તુ નદીમાં મીઠી રેતી માટેની કોઈ નવી લિઝ ન આપવી તેમજ આ નદીઓ પરની રેતીની જે લિઝો આવેલ છે તે તમામ લિઝો રદ કરવી જોઈએ.
આ નદી માંથી રેતી કાઢવાથી ચોમાસા દરમ્યાન કાંઠા પર પુષ્કળ ધોવાણ થાય છે તથા નદી માંથી રેતી કાઢી લેવાથી જે કુદરતી પાણી સંગ્રહનો સ્ત્રોત છે તે નાશ પામે છે આથી કુદરતી નદીઓમાં પાણીનું વહન સતત વહેતુ રહે તથા ખેડૂતોને નુકશાન ન થાય તે હેતુથી ભાદર, ઓઝત, વર્તુ, મીણસાર સહિતની નદીઓ માંથી કાયદેસર તથા ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવી રહી છે.
આથી આ નદીઓ માંથી પાણીનો પ્રવાહ સતત વહેતો નથી. સતત રેતી કાઢવાથી નદી કાંઠાના ખેડૂતોને મોટું નુકસાન થતું હોય જેથી આ તમામ નદીઓ પરની લિઝો તાકીદે રદ કરવામાં આવે તેવી પોરબંદરના એડવોકેટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.