કોંગ્રેસની રજૂઆત:પોરબંદરમાં વૃદ્ધાના વેઢલાની લૂંટ કરનારને તાત્કાલિક પકડવા માંગ, સામાન્ય માણસોને મદદરૂપ બનવા અપીલ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં તાજેતરમાં ઘરમાં ઘુસી વેઢલાની લૂંટ કરી નાસી છૂટવાના આરોપીને પકડવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા ભોગ બનનાર વૃદ્ધાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને તેઓએ એવું જણાવ્યું હતું કે બપોરના સમયે અજાણ્યા શખ્સે વૃદ્ધાને આંખમાં મરચાની ભૂકી છાંટીને પછાડીને મૂંગો દય ત્રણ તોલાના વેઢલાની લૂંટ કરી નાસી છૂટ્યો છે, ત્યારે આ વૃદ્ધાએ બૂમાબૂમ કરતા બેભાન થઈ ગયા હતા.

આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ સ્થાનિક પીએસઆઇને રજૂઆત કરી છે, અને આરોપીને પકડી પાડવા માંગ કરી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એવું પણ જણાવ્યું હતું કે વીવીઆઈપીને સુરક્ષા આપતા તંત્ર ગરીબ માણસો માટે પૂરતો સમય આપી શકતા નથી. વીવીઆઈપીને સુરક્ષા આપ તંત્ર પાસે સમય રહેતો નથી. પૂરતો સમય અને પૂરતા માણસોના અભાવે સામાન્ય માણસોને મદદરૂપ બની શકાતું નથી. જેથી તેઓએ વીવીઆઈપીને સુરક્ષા પૂરી પાડતું પોલીસ વિભાગનું તંત્ર સામાન્ય માણસોને મદદરૂપ બની શકતું ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...