તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:નિવૃત ન્યાયાધીશને તપાસ સોંપવા માંગ, વકીલની હાઇકોર્ટને પત્ર લખી રજુઆત

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેતપૂરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવાશે તો દરિયાઇ જીવ સૃષ્ટિને નુકસાન થશે
  • તપાસ પંચ નિમી આ પ્રોજેક્ટને રદ કરવા રજૂઆત કરવામાં આવી

જેતપૂરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવાશે તો માછીમાર અને ખેતીવાડીને ભારે નુકશાન થશે અને દરિયાઈ જીવ સૃષ્ટિ નાશ પામશે જેથી નિવૃત ન્યાયધીશને તપાસ સોંપવામાં આવે અને પંચ નિમી પ્રાજેક્ટને રદ કરવામાં આવે તે અંગે પોરબંદરના એડવોકેટે હાઇકોર્ટને પત્ર લખી રજુઆત કરી છે.

જેતપુરના ડાઇંગ સાડી કલર કામોના ઉદ્યોગોનું એસિડ યુક્ત ઝેરી કેમિકલ વાળું પાણી ત્યાંથી પાઇપલાઇન મારફત પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજના મંજુર થયેલ છે. આ પાણી જો દરિયામાં છોડવામાં આવે તો દરિયાઈ જીવ સૃષ્ટિ તથા પર્યાવરણને ગંભીર અસર થશે. માછીમારોને નુકશાન થશે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે.

આ પાઇપલાઇન મોટેભાગે ખેતીની જમીન માંથી પસાર થશે અને જો પાઈપલાઇનમાં ફોલ્ટ ફોલ્ટ થશે ત્યારે હજારો વિધા જમીન પર પાણી ફરી વળશે જેથી ખેતીની જમીનને પણ નુકશાન થશે આથી તાકીદે આ યોજના અંગે નિવૃત ન્યાયધીશને તપાસ સોંપવામાં આવે અને તપાસ પંચ નીમી આ પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...