રજૂઆત:પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માંગ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSUI દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઇ

કોરોનાકાળમાં શાળાઓમાં ભણતરને લઈને વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડતો હોય છે, ક્યારેક પ્રત્યેક શિક્ષણ અપાય છે તો ક્યારેક પરોક્ષ શિક્ષણ અપાઈ છે. જયારે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન હોતા નથી, ઘણા પરિવાર મોંઘા ફોન લેવા માટે પણ સક્ષમ હોતા નથી.

જેવી રીતે કોલેજના વિદ્યાર્થીઓને સરકાર તરફ થી 4G ટેબલેટો શિક્ષણના ઉપયોગ માટે આપવામાં આવે છે તેવી જ રીતે આ પ્રાથમિક માધમિક શાળાના વિદ્યાર્થીઓને પણ જો આ ટેબલેટ સરકાર તરફથી આપવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ સમયે બાળકો ટેબલેટ દ્વારા પોતાનો અભ્યાસ ઓનલાઈન શિક્ષણ દ્વારા કરી શકે જેથી આવા બાળકોને પણ ટેબલેટ યોજનાનો લાભ આપવામાં આવે જેથી કરીને નાના-વર્ગના પરિવારના બાળકો પણ ઓનલાઈન સમયે સારી રીતે શિક્ષણ મેળવી શકે તેવી જિલ્લા NSUI દ્વારા શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...