વળતર આપવા માંગ:ખાદીમાં 6 માસ સુધી 35 ટકા સુધીનું વળતર આપવા માંગ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો પહેલા ખાદીમાં 35 ટકા વળતર અપાતું તે હવે ઘટીને 25 ટકા કરાયું

પોરબંદર ખાદી ભવનના હોદેદારોએ સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે વર્ષો પહેલા ખાદીમાં 35 ટકા વળતર છ માસ સુધી અપાતું તે હવે ઘટાડીને 25 ટકા તે પણ 3 માસ થયું છે. જો તે ફરીથી છ માસ સુધી 35 ટકા વળતર અપાય તો ખાદીમાં ઘણા જ કારીગરોને રોજીરોટી મળી શકે તેમ છે. પોરબંદર ખાદી ભવનના પ્રમુખ અનીલભાઇ કારીયા અને મંત્રી મુકેશભાઇ દત્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રોત્સાહન આપવા માટે અથાક પ્રયાસો કર્યા છે. સરકાર દ્વારા સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને અઠવાડિયામાં ફરજીયાત બે દિવસ ખાદી પહેરવાનું નક્કી કરવામાં આવેલ હતું.

અનીલભાઇ અને મુકેશભાઇએ વધુંમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલા 2 જી ઓકટોબરે ખાદી ઉપર 35 ટકા જેવું વળતર 6 માસ સુધી આપવામાં આવતું તે ઘટાડીને 6 માસને બદલે 3 માસ અને માત્ર 25 ટકા જ વળતર આપવામાં આવતું હતું. ત્યારબાદ ગયા વર્ષે 2 જી ઓકટોબરથી 5 ઓકટોબર સુધી જ વળતર આપવામાં આવ્યું હતું.

જેને લીધે ગુજરાતભરના તમામ ખાદી ભવનોને નુકશાન પહોંચ્યું હતું. ચાલુ વર્ષે પણ 2 જી ઓકટોબરથી 31 ઓકટોબર સુધી ફકત એક માસ સુધી જ ખાદી પર 20 ટકા વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના કારણે ખાદી પર નિર્ભર લાખો કારીગરોની રોજગારી પર અસર પહોંચશે. સરકાર દ્વારા ખાદીને પ્રોત્સાહન આપવાના બદલે તેને મૃત:પાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખાદી ઉદ્યોગને ટકાવી રાખવા જે તે સ્કીમ અગાઉના વર્ષોમાં હતી તે સ્કીમ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...