તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:બિરલા હોલ પાસે બ્લોક થયેલી સાંઢિયા ગટર ચોમાસા પહેલા સાફ કરાવવા માંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણ અને સાંઢિયા ગટર ગેરકાયદેસર રીતે પૂરી દેવાયાનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદર શહેરની મધ્યમાં આવેલ રણમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહીના વખતમાં બનેલી સાંઢીયા ગટરમાં થયેલી પેશકદમીને લીધે અને રણમાં થયેલી પેશકદમીને લીધે પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જશે તેવી કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરના રણમાં પોરબંદર શહેરનું વરસાદી પાણી અને ઘેડ વિસ્તારમાંથી નદીના પૂરના પાણી એકત્રીત થાય છે અને આ બધા પાણીનો રાજાશાહીના વખતમાં બનેલી સાંઢીયા ગટર મારફતે નિકાલ થતો હતો. તાજેતરના વર્ષોમાં પણ આ રણમાંથી પમ્પીંગ કરીને પાણી સાંઢીયા ગટરમાં ઠાલવવામાં આવતું હતું. પરંતુ હાલમાં સાંઢીયા ગટર શરૂ થાય છે ત્યા બિરલા હોલની સામે 5000 વારનો પ્લોટ ગેરકાયદેસર રીતે મંજૂર કરાવીને બુરી દેવામાં આવ્યો છે તેમજ સાંઢીયા ગટરના મુખ પાસે બાંધવામાં આવેલી ગેરકાયદેસરના દુકાનોના બાંધકામ દરમ્યાન સાંઢીયા ગટર બિરલા હોલથી સોનેરી મેડીકલ સુધી બ્લોક થયેલ છે.

જેને લીધે આવી ગયેલા ચોમાસામાં પાણીનો નિકાલ ન થઇ શકવાને લીધે આ વરસાદી પાણી મહાવીર કોલોની, બેંક કોલોની, વાઘેશ્વરી પ્લોટ, ભોજેશ્વર પ્લોટ, વાડી પ્લોટ, છાંયા પ્લોટ અને છાંયા ચોકી વિસ્તારના ઘરોમાં ઘૂસી જાય તેવી પૂરેપુરી શકયતા છે તેથી તાત્કાલીક ધોરણે સાંઢીયા ગટર ખુલી કરાવી અને સાંઢીયા ગટરની સફાઇ કરાવવાની માંગ કરાઇ છે તેમજ આ ગટરના અગાઉ થયેલા મરામત અને સીવીલ વર્કના કામમાં થયેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા તટસ્થ તપાસ કરવા અને જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...