તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વિદેશી પીણાના આક્રમણ સામે આજે પણ પોરબંદર શહેરમાં ગોળીવાળી સોડાની માંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા રૂા. 2 મળતી સાદી સોડાના આજે 5 રૂપિયા થયા : સોડા ભરવાના ગેસની કિંમતમાં 400નો ઉછાળો

છેલ્લા કેટલાક સમયથી આકાશમાં આગઝરતી લૂ અને અસહ્ય ગરમીનો સામનો પોરબંદરવાસીઓ કરી રહ્યા છે અને આ ગરમીથી બચવા લોકો સામાન્ય રીતે ઠંડાપીણાનો સહારો લેતા હોય છે. અને લોકો જુદી-જુદી કંપનીના ઠંડાપીણાના ઉંચા ભાવ દઈને પી લેતા હોય છે. પરંતુ આજથી થોડા વર્ષ અગાઉ જે સોડાની સારી એવી માંગ હતી કે કાચની બોટલમાં આવતી ગોલીવાળી સોડા જે લોકો ભૂલવા લાગ્યા હતા પરંતુ ફરીથી લોકોને પોતાની જ બનાવેલી સોડા ફરી યાદ આવતી હોય તેવું શહેરની દાયકાઓ જૂની દુકાનમાં જોવા મળી રહ્યું છે.

પોરબંદરમાં છેલ્લા 90 વર્ષથી કાર્યરત છગનભાઇ સોડાવાળા નામની ઠંડાપીણાની દુકાન ધરાવતા દુકાન ધારકે જણાવ્યું હતું કે, ફરીથી લોકો કાચની બોટલમાં આવતી અને ગોલીવાળી સોડાની લોકોમાં માંગ વધી છે અને તે આ ઉનાળાની અસહ્ય ગરમીમાં 500 થી વધારે આવી સોડાઓનું વેચાણ કરી રહ્યા છે. જો કે તેમના ભાવમાં પહેલા કરતા ઘણો વધારો આવ્યો છે.

એમનું કારણ જોઈએ તો પહેલા સોડા ભરવાના ગેસના બાટલાની કિંમત માત્ર 200 રૂપિયા હતી અને આજે 600 ને આંબી ગઈ છે. એમની સાથે પહેલા જે સોડા ભરવાની ગોળીવાળી કાચની બોટલ 22 રૂા. માં આવતી જેનો ભાવ આજે રૂા. 70થઈ ગયો છે.

કઈ સોડાના કેટલા ભાવ ?
સાદી સોડા : 5 રૂ.
લીંબુ સોડા : 10 રૂ.
આદુ-લીંબુ : 15 રૂ.
લેમન સોડા : 15 રૂ.
જીંજર સોડા : 20 રૂ.
છાસ સોડા : 15 રૂ.
પાચન સોડા : 20 રૂ.

અન્ય સમાચારો પણ છે...