રજૂઆત:હરિદ્વારથી સૌરાષ્ટ્રને જોડતી ટ્રેનો ફાળવવા માંગ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભામાં પોરબંદરના સાંસદે કરી રજૂઆત

સૌરાષ્ટ્રમાંથી હરિદ્વાર સુધીની કોઇ ટ્રેન ન હોય લોકસભા સાંસદે રેલમંત્રીને રજૂઆત કરીને સૌરાષ્ટ્રને રેલમાર્ગથી હરિદ્વાર સાથે જોડવાની માંગ કરી છે.લોકસભા સાંસદ રમેશભાઇ ધડૂકે રેલમંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરેલ છે કે અહીં ગંગા સ્નાનના ઐતિહસીક મહત્વને કારણે દર વર્ષે સૌરાષ્ટ્રના લોકો વારંવાર યાત્રા કરતા રહે છે. છેલ્લા 22 વર્ષથી સૌરાષ્ટ્રમાં ઓખા-દહેરાદુનની ટ્રેન સપ્તાહમાં એક વાર ચાલી રહી છે.

જયારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 12 મહિનામાં 6 લાખ લોકોએ અહીંથી જઇને ગંગા સ્નાન કર્યું છે. સૌરાષ્ટ્રને ઉતરાંચલ એકસપ્રેસને અઠવાડિયામાં ત્રણ વાર ચલાવવી જરૂરી છે. આ ઉપરાંત પોરબંદરથી દિલ્હીની ટ્રેન સરાઇરોહીલા રોકાય છે તેને પણ હરિદ્વાર સુધી જવાની સુવિધા કરવી જોઇએ. લોકોની સુવિધાને ધ્યાને લઇને રાજકોટ, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રને હરિદ્વારથી જોડતી ટ્રેન શરૂ કરવી જરૂરી છે. જેનાથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક જરૂરીયાત પૂરી થશે.

અન્ય સમાચારો પણ છે...