રજૂઆત:પ્રધાનમંત્રી આવાસ યોજનાના 233 લાભાર્થીઓને મકાન ફાળવવા માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પક્ષના નેતા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી

પોરબંદર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ કલેકટરને રજૂઆત કરી છે કે બોખીરામાં બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 233 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી જલ્દીથી કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પોરબંદર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીવન રણછોડભાઇ જુંગી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે બોખીરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા 5 હજાર લઇને આવાસની ફાળવણી કરવામાં આવી રહી હતી. આ સ્કીમ હેઠળ 233 જેટલા લાભાર્થીઓની જૂની યાદી પ્રમાણે ફાળવવા માંગ કરવામાં આવી છે અને બાકીના હવે નવી પ્રક્રિયા મુજબ ફાળવણી કરવાની સાથે નાના લાભાર્થીઓને લાભ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.

આ સ્કીમમાં જે તે સમયે 334 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે તે સ્કીમમાં સુધારો કરેલ હોય તો જવાબદાર તંત્ર દ્વારા સમાજ કલ્યાણ અધિકારી અને ચીફ ઓફીસરની આગેવાનીમાં મીટીંગ કરવામાં આવે અને બાકી રહી ગયેલ 233 લાભાર્થીઓને જૂની સ્કીમમાં મકાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...