કાર્યક્રમ રદ્દ:ગૃહમંત્રી ન આવતા પોરબંદરમાં સાર્થક જહાજનું લોકાર્પણ રદ્દ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસ્ટગાર્ડ દ્વારા ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સનો ઉદ્ઘાટન કાર્યક્રમ રખાયો હતો

પોરબંદર કોસ્ટગાર્ડ હેડ કવાટરના બેડામાં આજથી એક એડવાન્સ પ્લેટફોર્મ પ્રકારની ગણાતી "સાર્થક' નામની શીપનો વધારો થવાનો હતો પરંતુ શીપના ઇનોગ્રેશન કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી ન આવી શકે તેમ હોય હાલ પુરતો આ શીપના ઇનોગ્રેશનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવતા હવે આજે આ શીપનું ઇનોગ્રેશન થશે નહી.

ઓફશોર પેટ્રોલીંગ વેસલ્સ સીરીઝમાં આવતી "સાર્થક' નામની શીપ પોરબંદર સ્થિત ગુજરાત કોસ્ટગાર્ડના હેડ કવાટર નંબર 1 ને ફાળવવામાં આવતા આજે આ શીપનું પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત ઇનોગ્રેશન કરવાનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. પરંતુ સંજોગોવસાત ગૃહમંત્રી સંઘવી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાને લીધે કોસ્ટગાર્ડ દ્વારા ગઇકાલે સાંજે આ કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો છે અને હવે આગળ નવી સૂચના મળ્યા મુજબ નવા સમયપત્રક મુજબ આ શીપના ઇનોગ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

આ એડવાન્સ ટેકનોલોજી, કોમ્યુનીકેશન ઇકવીપમેન્ટ, નેવીગેશન મશીનરી અને સેન્સર્સ ધરાવતી આ શીપ આધુનિક ઇન્ટીગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, ઇન્ટીગ્રેટેડ મશીનરી, કન્ટ્રોલ સીસ્ટમ તથા પાવર મેનેજમેન્ટ સીસ્ટમ ધરાવે છે અને તેનું પાવર મેનેજમેન્ટ અને મીકેનીઝમ ઇલેકટ્રોનીકલી રિમોટ કન્ટ્રોલ સીસ્ટમથી ઓપરેટ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...