તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદ સમાચાર:શહેરની બંને કોવિડ ખાતે દર્દીની મોતની સંખ્યામાં ઘટાડો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગઈકાલે 11 દર્દીઓના મૃત્યુ થયા હતા, આજે 24 કલાકમાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા 4 દર્દીના મોત થયા : બન્ને કોવિડ ખાતે 276 દર્દી ઓક્સિજન પર

પોરબંદરની બન્ને કોવિડ ખાતે દર્દીઓના મોતની સંખ્યામાં સદનસીબે ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 11 દર્દીઓના મૃત્યુ થયા હતા. આજે 24 કલાકમાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા 4 દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. બન્ને કોવિડ ખાતે 276 દર્દી ઓક્સિજન પર છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દી તેમજ જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારી બન્ને કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ખાતે બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે.

ગઈકાલે 24 કલાકમાં બન્ને કોવિડ ખાતે સારવાર દરમ્યાન 11 નેગેટિવ દર્દી ના મોત થયા હતા. આ નેગેટિવ દર્દીઓ એટલેકે જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય પરંતુ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ હોય તેવા દર્દીના મોત થયા હતા. આ આંકડો છેલ્લા 4 દિવસથી જોવા મળતો હતો પરંતુ સદનસીબે આવા દર્દીનો મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલના ડો. ધર્મેશ પારેખે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. આ તમામ દર્દી નેગેટિવ રિપોર્ટ ધરાવતા હતા. હાલ સિવિલ કોવિડ અને નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે 276 દર્દી દાખલ છે અને આ તમામ દર્દીઓ હાલ ઓક્સિજન પર છે.

લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ દર્દીના મોતના આંકડા
તારીખ દર્દી

28/4 11
29/4 13
30/4 12
1/5 11
2/5 4

કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોમાં 77 દર્દી દાખલ છે. જેમાં 17 દર્દી પોઝિટિવ છે. સેમી આઇસોમાં 122 દર્દી દાખલ છે. આઇસો અને સેમી આઇસોમાં તમામ દર્દી ઓક્સિજન પર છે.
નર્સિંગ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરના નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા માળે અને બીજા માળે કુલ 79 દર્દી દાખલ છે અને તમામ દર્દી ઓક્સિજન પર છે.

પોરબંદરમાં 31 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ
પોરબંદર | પોરબંદરમાં 24 કલાકમાં 31 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 30 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 658 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 31 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા, ઠક્કર પ્લોટ, જ્યૂબેલી, એમ.જી. રોડ, જુરીબાગ, મેમણવાડા, લીમડાચોક, દલ ફળિયું, બોખીરા, ખાપટ, વનાણા, ભોમિયાવદર, ઠોયાણા ગામ માંથી 14 વર્ષથી 71 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1542એ પહોંચ્યો છે. જ્યારે 30 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1320એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 214 કેસ એક્ટિવ છે જેમાંથી 54 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 12 દર્દી કોવિડ કેર સેન્ટર ખાતે તથા 148 દર્દી હોમ આઈસોલેટ થયા છે. અત્યાર સુધીમાં 138394 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો