તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી હોટલને તાળાં:જૂનાગઢ-પોરબંદરમાં ગિરનાર રોપ-વે બાદ ખાનગી હોટલો બની રહી છે ત્યારે પ્રવાસન નિગમ હસ્તકની હોટલ બંધ કરવાનો નિર્ણય

જૂનાગઢ, પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
એસી અને નોન એસી રૂમ ધરાવતી હોટલને તાળા મારી દેવાનો સમય આવ્યો છે અહીં રૂમનું ભાડુ પણ સામાન્ય હતું - Divya Bhaskar
એસી અને નોન એસી રૂમ ધરાવતી હોટલને તાળા મારી દેવાનો સમય આવ્યો છે અહીં રૂમનું ભાડુ પણ સામાન્ય હતું

જૂનાગઢ અને પોરબંદરમાં આવેલી ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકની હોટલ તોરણ તા.1 ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવી છે. જૂનાગઢ અને પોરબંદરની હોટલ તોરણનું ખાનગીકરણ થશે, તેવી શકયતા સેવાઇ રહી છે. જૂનાગઢમાં રોપ-વે બાદ પ્રવાસન બાદ પ્રવાસનની સર્કીટ બની છે. સરકાર પ્રવાસીઓ માટે હોટલ વ્યવસાયને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અને બીજી તરફ પાછલા બારણેથી સરકારી હોટલોને તાળા મારી દેવામાં આવ્યાં છે. પોરબંદરમાં 4 દાયકાથી વધુ વર્ષ પહેલા હોટલ તોરણ બનાવવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકની હોટલ તોરણ પોરબંદર શહેરમાં આગવું સ્થાન ધરાવે છે. અનેક પ્રવાસીઓ અહીં હોટલમાં ઉતરીને ચોપાટીનો નજારો માણતા હતા. આ હોટલ ગત તા.1 ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં સિવીલ હોસ્પિટલ પાસે તોરણ હોટલ ગિરનાર આવેલી છે. 1985માં બનાવવામાં આવી હતી. આ હોટલમાં 24 રૂમ છે. આ હોટલને પણ તાળા મારી દેવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં તેનાં ખાનગીકરણ કરવાની ચર્ચા ચાલી રહી છે.

રોપ-વે બાદ સીએમએ કહ્યું હતું, સારી હોટલની આવશ્યકતા
જૂનાગઢમાં રોપ-વેનાં ઉદ્ધાટનમાં આવેલા સીએમ વિજયભાઇ રૂપાણીએ ખાનગી હોટલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ત્યારે સીએમે કહ્યું હતું કે, જૂનાગઢ પ્રવાસન ધામ બની રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં સારી હોટલની આવશ્યકતા છે.આવું કહ્યાંનાં 3 મહિનામાં પ્રવાસન નિગમ હસ્તકની હોટલ બંધ કરી દેવામાં આવી છે.

8 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતાં
જૂનાગઢની તોરણ હોટલ ગિરનારમાં 8 કર્મચારીઓ ફરજ બજાવતા હતાં. કાયમી કર્મચારીઓની બદલી કરવામાં આવશે. જયારે અન્ય કર્મચારીઓને છુટા કરી દેવાની શકયતા છે.

જૂનાગઢમાં ખાનગી નવી હોટલો બની રહી છે
જૂનાગઢમાં રોપ-વે બાદ ખાનગી નવી હોટલો બની રહી છે. આગામી દિવસોમાં તેની જરૂરીયાત વધવાની છે. આવા સમયે જ સરકારી હોટલ બંધ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો