ઉત્તર રેલવેમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 20937 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 17.12.2022 ના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ 19.12.2022 ના રોજ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
• ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 19.12.2022ના રોજ મુઝફ્ફરપુરથી ઉપડનારી ટ્રેન વાયા દિલ્હી-રોહતક-ભિવાની-રેવાડી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
માર્ગમાં મોડી થનાર ટ્રેનો:
• ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર - પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 18.12.2022 ના રોજ મુઝફ્ફરપુરથી ઉપડનારી ટ્રેન માર્ગમાં મુરાદાબાદ - ગાઝિયાબાદ વચ્ચે રૂટમાં 70 મિનિટ સુધી રેગુલેટ (મોડી) કરવામાં આવશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.