તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરતામાં ગ્રહણ:પોરબંદરની જૂની જીએમબી ઓફિસ નજીક ચોપાટી કિનારાને મલબા રૂપી ગ્રહણ લાગ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની જૂની જીએમબી ઓફિસ નજીક ચોપાટી કિનારાને મલબા રૂપી ગ્રહણ લાગ્યું છે. પોરબંદરના દરિયા કિનારે કચરાના ગંજ ખડકાયેલા નજરે ચડે છે ત્યારે જૂની જીએમબી ઓફિસ સામે અસ્માવતી ઘાટ તરફના રસ્તે દરિયા કિનારાના રોડ પર કેટલાક તત્વો મલબો ફેંકી જાય છે. આ કચરાના કારણે દરિયા કિનારાની સુંદરતામાં ગ્રહણ લાગ્યું છે.

અહીંથી અનેક લોકો પસાર થાય છે અને આ રસ્તા પર નાના પીલાણા મુકવામાં આવેલા છે. આ વિસ્તારમાં લોકો કચરો ઠાલવી જતા હોય છે. કચરાના ઢગલાને કારણે દુર્ગંધ ફેલાય છે અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગંદા મલબાના કારણે રોડ પર કચરો ફેલાય જાય છે.

કપડાના કચરા હોવાથી જો કોઈ તત્વો આગ લગાવી દે તો નાની હોડીઓને પણ મોટું નુકસાન થઈ શકે છે. આથી આ વિસ્તારમાં ઠાલવેલા મલબાને દૂર કરવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેમજ જાહેર રોડ પર મલબો ફેકનાર શખ્સો સામે કાર્યવાહી થાય તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...