દુઃખદ:દારૂની લત ધરાવતા વેપારી પુત્રનું ઝેરી ટિકડા ખાતા મોત, સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાણિયાવાડ વિસ્તારમાં જાહેરપીરની દરગાહ પાસે રહેતા રોની નવીનભાઈ રાયચુરા નામના 37 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ લેતા તેને સારવાર માટે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજ્યું હતું. આ યુવાનના પિતા નવીનભાઈ રમણિકલાલ રાયચુરાએ પોલીસને જાહેર કર્યું હતું કે રોનીને દારૂ પીવાની આદત હતી. ગઈકાલે રાત્રે તેઓ ઘરની બહાર આટો મારવા નિકડા હતા અને રોની ઘરમાં એકલો હતો. તેના મમ્મી રાજકોટ ગયા હતા.

રોનીને દારૂ પીવાની ટેવ હોય જેથી વધુ દારૂ પીને ઘરમાં જ ઝેરી ટિકડા ખાઈ લીધા હતા જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન રોનીનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નવીનભાઈ કટલેરીની દુકાન ધરાવતા વેપારી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...