તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસની માંગ:નશો કરેલી હાલતમાં પકડાયેલા શખ્સનું મોત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવિલમાં સારવારમાં મોત થયું : પરિવારે તટસ્થ તપાસની માંગ કરી

પોરબંદરના શીતલા ચોક, વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા રામ નરસી મોતીવરસ નામના 45 વર્ષીય પ્રૌઢની કીર્તિમંદિર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ પ્રૌઢ નશો કરેલી હાલતમાં હોવાથી તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રૌઢ સારવારમાં હતા તે દરમિયાન તેનું મોત થયું હતું, જેથી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

આ બનાવ બનતા તેમના પરિવારજનો સહિત સમાજના આગેવાનો હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે પહોંચી ગયા હતા અને મૃતકના ભાઈ ભરતે જણાવ્યું હતું કે, પોલીસ રામને લઈ ગયા પછી જ્યારે રામ બિમાર પડયો ત્યારે અમને કોઈ જાણ કરવામાં આવી ન હતી, અને રામ ભાઈ મૃત્યુ પામ્યો છે ત્યારે ત્રણ કલાક બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી છે. જામનગરમાં મૃતદેહ પીએમ માટે મોકલાયો હતો જેના રિપોર્ટ બાદ સત્ય સામે આવશે. સારવાર દરમિયાન રામ મોતીવરસ ના મોતથી તેમના પરિવારજનોમા શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...