163 પશુ સંક્રમિત:લમ્પી સ્કિન રોગના કારણે 3 ગાય, 2 વાછરડા અને 2 આખલાના મોત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુઆંક 42એ પહોંચ્યો, આઇસોલેશનમાં 99 ગૌવંશ સારવાર હેઠળ, કુલ 163 પશુ સંક્રમિત થયા

લમ્પી સ્કિન રોગના કારણે 3 ગાય, 2 વાછરડું અને 2 આખલાનું મોત થયા છે. મૃત્યુ આંક 42એ પહોંચ્યો છે. આઇસોલેશનમા 99 ગૌવંશ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં લમ્પી રોગથી કુલ 163 પશુ સંક્રમિત બન્યા છે. પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે. રોગગ્રસ્ત પશુઓમાં વધુ પડતા પશુઓ માલિકીના જોવા મળે છે.

આ રોગને કારણે વધુ 3 ગાય, 2 વાછરડું અને 2 આખલાનું મોત થયું છે. કુલ મૃત્યુ આંક 42એ પહોંચી ગયો છે. જેમાં 16 ગાય, 14 વાછરડા અને 12 આખલાનો સમાવેશ થાય છે. શહેરમાંથી અનેક ગૌવંશ આ રોગની ઝપેટમાં આવતા આ રોગનો આંકડો 163એ પહોંચી ગયો છે. હાલ જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં 99 ગૌવંશ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

રોગગ્રસ્ત પશુઓ સાજા થતા કુલ 22 પશુને રિલીઝ કરવામાં આવ્યા છે.આ રિલીઝ થયેલ પશુઓને નવા વોર્ડ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, હાલ શહેરમાં લમ્પી સ્કિન રોગના અનેક ગૌવંશ નજરે ચડે છે જેથી આવા ગૌવંશને પકડીને આઇસોલેશન વોર્ડ ખાતે સારવાર માટે લઈ જવા પાલિકા દ્વારા વધુ વાહન અને ટીમ ફાળવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...