ઘોર બેદરકારી:પોરબંદર સિવીલની ઘોર બેદરકારી

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોબીમાંથી જ ઉપિયોગ થયેલ એચઆઇવી, તાવ પરિક્ષણની કિટો મળી આવી

પોરબંદર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. લોબી માંથી 4 જેટલી ઉપીયોગ થયેલ HIV અને તાવ પરિક્ષણની કિટો મળી આવી હતી. જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જિલ્લા ભરના દર્દીઓ સારવાર માટે આવે છે. અને વિવિધ બીમારીની સારવાર માટે દાખલ થાય છે. સિવિલમાં બાયોવેસ્ટ અંગેની બેદરકારી સામે આવી છે.

દવાબારી પાસે હાલ જ્યાં રસ્તો બંધ છે ત્યાં જ 4 જેટલી કીટ નજરે ચડી હતી અને તપાસ કરતા આ કિટો ઉપીયોગ કરેલી HIV અને તાવનું પરીક્ષણ કરેલી કીટ હતી. આ અંગે હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવતા તુરંત જ આ કિટોનો અન્ય સ્થળે નિકાલ કરી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ કીટ કોઈ બાળક કે વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને પણ ગંભીર ચેપ લાગવાની ભીતિ રહે છે ત્યારે આ રીતે લોબીમાં રઝળતી ઉપીયોગ થયેલ કીટ મળી આવતા સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી સામે આવી છે.

શું કહે છે આરએમઓ?
જ્યાંથી કીટ મળી આવી તે રસ્તો બંધ હતો. કોણે આ કીટ લાવી છે અને ત્યાં કોણ ફેંકી ગયું તે અંગે તપાસ કરવામાં આવશે. અને જે કોઈએ આ કીટ ફેંકી છે તેની સામે કડક કાર્યવાહી થશે. તમામ સ્ટાફને બાયોવેસ્ટ અંગે પૂરતી તકેદારી રાખવા સૂચના આપેલ છે. >ડો. વિપુલ મોઢા, આરએમઓ, સિવિલ હોસ્પિટલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...