તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:શાળા પ્રવેશથી વંચિત ધોરણ 9થી 12 ના છાત્રોના પ્રવેશ માટે તારીખ લંબાવાઈ

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં 14 તારીખે રાષ્ટ્રિય પ્રતિભા શોધ પરીક્ષા યોજાશે

પોરબંદરમાં આગામી 14 તારીખે રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા યોજાશે. કોરોનાને પગલે ધો.9 થી 12ના એવા છાત્રો જે શાળા પ્રવેશથી વંચિત હોય તેવા વિધાર્થીઓ માટે પ્રવેશ તા. 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે.

પોરબંદરમાં રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા નવયુગ વિદ્યાલય ખાતે આગામી 14 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. ધોરણ 10મા અભ્યાસ કરતા વિધાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં 2 પેપર આપવાના રહેશે. સવારે 11:30 થી 1:30 અને બપોરે 3 થી 5 પરીક્ષા નું આયોજન કરાયું છે. પેપરમાં બૌધિક યોગ્યતા અને શૈક્ષણિક યોગ્યતા જેમાં બહુ વિકલ્પ સ્વરૂપ અને હેતુલક્ષી પ્રશ્નો પુછાશે. આ મહત્વની પરીક્ષા મા જે વિધાર્થીઓ પાસ થશે તેઓને ધોરણ 11 અને 12 મા માસિક રૂ. 1250 શિષ્યવૃતિ મળશે. પરીક્ષામાં સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી, કોવિડની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે.

કોરોનાને પગલે કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા જેથી કેટલાક વિધાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હોય જે બાબતે ધોરણ 9 થી ધોરણ 12ના વિધાર્થીઓ જે શાળા પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા વિધાર્થીઓ તા. 28 ફેબ્રુઆરી 2021 સુધીમાં જે તે શાળાના આચાર્ય પાસે જઈ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી મંજૂરી મેળવી શાળા પ્રવેશ કરી શકશે. જે માટે આવા શાળા પ્રવેશથી વંચિત રહેલા વિધાર્થીઓ માટે આ છેલ્લી તારીખ હોઈ જેથી વિધાર્થીઓએ પોરબંદરની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો