માધવપુરમાં ગઇકાલે ગંગા જન્મ ઉત્સવ નિમિતે માધવરાયજીના નિજ મંદિરે નાવ વિહારના દર્શન યોજાયા હતા જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભકતજનો અર્થે ઉમટી પડયા હતા માધવપુર ઘેડ ખાતે આવેલ માધવરાયજીના નિજ મંદિરે પરંપરાગત હર સાલ ગંગા જન્મ ઉત્સવ નિમતે નાવવિહારના દર્શનનું ભવ્ય આયોજન કરવા માઆવે છે. પૂર્વજો દ્વારા જણાવેલ કે આજ રોજ ગંગા જન્મના દિવસે કહેવાય છે કે જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી. પુરાણો મુજબ આ દિવસે ગંગા સ્નાનનો ખાસ મહત્વ હોય છે.
સાથે જ આ દિવસે ગંગાની ખાસ પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનો ખાસ મહત્વ હોય છે. દસ પ્રકારના પાપને દૂર કરવાના કારણે તેને દશેરા કહે છે. આ દસ પ્રકાર પાપ ત્રણ કાયિક, ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે. ત્યારે આજ રોજ માધવરાયજીના નિજ મંદિરે ગંગા જન્મ ઉત્સવ નિમતે માધવરાયજી સાથે રૂક્ષમણી યુગલ સ્વરૂપમા નાવ વિહાર કરે છે તેના દર્શનને નિહાળવા માટે ભકતજનો અર્થે ઉમટી પડયા હતા અને નાવવિહારના દર્શન કરી મંત્રમુગ્ધ બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.