તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પોરબંદર શહેરનાં વિવિધ વિસ્તારોમાં અંધારપટ છવાયો, 300 સ્થળે સ્ટ્રીટ લાઈટ ધબડક

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્ર દ્વારા એજન્સીને 10 જેટલી નોટીસ પાઠવી
  • સ્ટ્રીટલાઈટની કામગીરી માટે એક કંપની પાલિકા સાથે કરારમાં છે
  • જેમાં સ્ટ્રીટલાઈટ, ફિટીંગ, મેન્ટેનન્સ 7 વર્ષ માટે કરવાનું હોય છે

પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થવાની ફરિયાદો ઉઠે છે પરંતુ એજન્સીના સ્ટાફ દ્વારા સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ થતું નથી, હાલ 300 સ્થળોએ સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી વિવિધ વિસ્તારોમાં અંધારપટ છવાયો છે ત્યારે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. કોન્ટ્રાકટર ને આ અંગે કામગીરી માટે પાલિકા તંત્ર દ્વારા 10 જેટલી નોટિસ પાઠવી છે.

પોરબંદર શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવા અંગે સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ જોવા મળે છે, હાલ શહેરના વિવિધ સ્થળોએ 300થી વધુ સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં છે. જેથી વિવિધ વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે. સાંજના સમયથી અંધારું થતા સિનિયર સિટીઝનો ને અંધારપટ ને કારણે વધુ મુશ્કેલી વેઠવી પડે છે બીજી તરફ વિવિધ વિસ્તારોમાં અંધારપટને કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સેવાય રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં 300 જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી પાલિકા કચેરીએ સ્થાનિકો વારંવાર આ અંગે રજુઆત માટે આવે છે અને ફરિયાદ નોંધાવે છે પરંતુ કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાથી હાલાકી વેઠવી પડી રહી છે. હાલ ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલ હોય અને પાણી ઓસરતા કાદવ કીચડ પણ હોય ઉપરાંત અંધારપટ હોય જેથી અકસ્માતનો ભય છે ત્યારે પાલિકા તંત્રએ કંપનીને સમયાંતરે 10 જેટલી નોટિસ આપી છે. આ કંપની સ્ટ્રીટલાઈટ ની કામગીરી માટે પાલિકા સાથે કરારમાં છે જેમાં કંપની દ્વારા શહેરમાં સ્ટ્રીટલાઈટ, ફિટિંગ, મેન્ટેનન્સ સાત વર્ષ માટે કરવાનું હોય છે. નોટિસ મળેલ હોવા છતાં કામગીરી યોગ્ય રીતે ન થતા પાલિકા તંત્ર દ્વારા કંપનીને બેદરકારી દાખવવા બદલ 10 જેટલી નોટિસ પાઠવી છે.

કંપનીને બ્લેક લિસ્ટ કરવાની છેલ્લી નોટીસ ફટકારાઈ
શહેરમાં અનેક સ્થળે અંધારપટ છે જેથી પાલિકા તંત્રએ એજન્સી સરખું કામ કરતી ન હતી જેથી કંપનીને બ્લેક લિસ્ટ કરવાની છેલ્લી નોટિસ આપી છે.

પાલિકાએ 1200 સ્ટ્રીટલાઈટ ખરીદીનો વર્ક ઓર્ડર આપ્યો
કંપની સરખું કામ કરતી ન હોય જેથી 14માં નાણાં પંચની બચત ગ્રાન્ટ માંથી 1200 જેટલી સ્ટ્રીટલાઈટ ખરીદીનો વર્ક ઓર્ડર આપી દીધો છે અને પાલિકા દ્વારા શહેરમાં લાઈટો લગાવામાં આવશે. આગામી દિવાળી પહેલા સ્ટ્રીટલાઈટ મુકાય જશે અને શહેરને ઝળહળતું કરી દેવાશે. - કે.વી.બાટી, વહીવટદાર

1 માસમાં કામગિરી નહીંવત થઈ
પાલિકા કચેરીએ એક માસ દરમ્યાન વિવિધ વિસ્તારોના સ્થાનિકો દ્વારા સ્ટ્રીટ લાઈટ અંગે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એક માસમાં 450 જેટલી સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદ સામે કંપની ના સ્ટાફે માત્ર 150 ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...