વીજ કનેક્શન ન મળતા અંધારા:પોરબંદરમાં પ્રકાશનાં પર્વ ઉપર આવાસ યોજનાનાં 458 બ્લોકમાં અંધારા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટ ન આવતાં લાભાર્થીઓને વીજ કનેક્શન નથી મળ્યા, અંધારામાં રહેવા જવાનું કેટલાક લાભાર્થીઓએ ટાળ્યું

પોરબંદરના કેકે નગર વિસ્તારમાં આવેલઆવાસ યોજનામાં ફાળવેલ 458 બ્લોકમાં વીજ કનેક્શન ન મળતા અંધારા છે. લાભાર્થીઓએ અરજી કરી છે પરંતુ ગ્રાન્ટ ન આવતા લાભાર્થીઓને વીજ કનેક્શન મળ્યા નથી. જેથી અંધારામાં રહેવા જવાનું કેટલાક લાભાર્થીઓએ ટાળ્યું છે. વીજ કનેક્શન આપવા વહેલી તકે આપવા લાભાર્થીઓએ માંગ કરી છે.

પોરબંદરમાં બીએસયુપી યોજના અંતર્ગત બોખીરામા રામકૃષ્ણ મિશન સામે કેકે નગરમાં 2448 આવાસ બનાવવામાં આવ્યા છે. કુલ 3 ડ્રો મારફત 600 થી વધુ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા. બાદ તા. 8-9 ના રોજ ડ્રો કરી 283 લાભાર્થીઓ ને આવાસ ની ફાળવણી કરવામાં આવી હતી આ તમામ લાભાર્થીઓએ ફ્લેટ મળતા તુરંત અરજી વીજ કનેકશન માટે અરજી કરી હતી પરંતુ દોઢ માસ થી વીજ કનેક્શન આપવામાં આવ્યા નથી. જેથી ફ્લેટ હોવા છતાં વીજ કનેક્શન ન મળતા લાભાર્થીઓની મુશ્કેલી વધી છે.

મહત્વની વાત એ છે કે આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને વીજ કનેક્શન વિનામૂલ્યે આપવાનું હોય છે. જે માટે સરકાર ગ્રાન્ટ આપતી હોય છે પરંતુ ગ્રાન્ટ ન મળતા આ લાભાર્થીઓને વીજ કનેક્શન ન મળતા લાભાર્થીઓને ફાળવેલ આવાસોમાં અંધારા છવાઈ ગયા છે.

હાલ તહેવાર ટાણે જ ફ્લેટમાં અંધારા હોય જેથી કેટલાક લાભાર્થીઓએ ફ્લેટમાં જવાનું ટાળ્યું છે. સ્થાનિકો એ જણાવ્યું હતું કે વીજળી ના અભાવે અહી અનેક લોકો રહેવા પણ આવ્યા નથી ફ્લેટ ના માલિક બન્યા હોવા છતાં પણ તેઓએ અન્ય ભાડાના મકાન માં રહેવું પડે છે.

પાલિકા એ ત્યાર બાદ તા. 14/10 ના રોજ પણ ડ્રો કરી 175 બ્લોક ફાળવ્યા હતા તેઓને પણ વીજ કનેક્શન મળ્યા નથી જેથી હાલ કુલ 458 આવાસ વીજ કનેક્શન ન મળતા અંધારા જોવા મળે છે. આવાસમાં વીજ કનેક્શન આપવા માટેના કેબલો પણ તૈયાર છે. વહેલી તકે આવાસના લાભાર્થીઓને તેમના આવાસમાં વીજ કનેક્શન આપવામા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...