આવેદન:જૂનાગઢ પોલીસ દ્વારા આર્મીમેનને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ પોલીસ દ્વારા આર્મીમેનને માર મારવાની ઘટનાના ધેરા પડઘા પડ્યા છે. પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

જૂનાગઢ જિલ્લાના પારડી ગામે આર્મીમેન કાનાભાઈ કેશવાલા ઉપર પોલીસ દ્વારા જે ઢોરમાર મારવામાં આવેલ અને તેમના પરિવાર ઉપર જે પોલીસ દ્વારા ખોટી રીતે ગુના દાખલ કરવામાં આવેલ તેના સંદર્ભે પોરબંદર જિલ્લાના સમસ્ત કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકી, પોરબંદર તાલુકા પ્રમુખ ગીગાભાઈ ચાવડા તથા પોરબંદર જિલ્લાના તાલુકા તથા કર્મચારી મંડળના હોદ્દેદારો સમાજના સંગઠનો સહિત કોળી સમાજના ભાઈઓએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, ફોજીના પરિવારને યોગ્ય ન્યાય મળે અને જવાબદાર પોલીસ કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે તેવી સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...