PGVCL ની બેદરકારી:ગ્રામ્ય વિસ્તારોના જોખમી વીજ પોલથી લોકોના જીવ ઉપર ઝળુંબતું જોખમ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ વીજ પોલ દૂર કરવા રજૂઆતો કરી હોવા છતા PGVCL ની બેદરકારી

પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ જોખમી વીજ પોલથી લોકોના જીવ પર ખતરો મંડાયેલો છે. તાજેતરમાં જ એક વીજ પોલ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા PGVCL ને અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા બેદરકારી દાખવીને કોઇ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર જીલ્લાના મોઢવાડા નજીક સુંડાવદરા ગામની સીમમાં બાઇલ લઇને નિકળેલા દેવાભાઇ રામાભાઇ મોઢવાડિયાનું તાજેતરમાં વીજ પોલ સાથે અથડાતા તેમનું મોત નિપજ્યું હતું.

આ અંગે તંત્રની બેદરકારી બાબતે કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ એવું જણાવ્યું હતું કે પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક જગ્યાએ આ પ્રકારના જોખમી વીજ પોલ રસ્તાની ખૂબ નજીક છે જેને દૂર કરવા માટે PGVCL ને અનેક રજૂઆતો કરવા છતાં બેદરકાર તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી. વળી પાલખડા નજીક નવા નેશનલ હાઇવે નજીક જોખમી વીજ ટ્રાન્સફોર્મર આવેલ છે તેની સાથે વાહન અથડાય તેવી સંભાવનાઓ રહેલી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજ પોલ રસ્તાની નજીક આવેલા હોવાથી તેને દૂર કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...