હાલાકી:જાંબુવંતી ગુફામાં જવા માટે સાંકડો રસ્તો હોવાથી અકસ્માતની દહેશત

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાંબુવન ગુફામાં અમરનાથની ગુફાની જેમ કુદરતી રીતે શિવલીંગ બને છે
  • ભાજપ સરકારના ડિઝાસ્ટર વિભાગ દ્વારા યોગ્ય કરાય તેવી કોંગ્રેસની રજૂઆત

પોરબંદર નજીક રાણાવાવ પાસે આવેલ જાંબુવંતી ગુફામાં અંદર જવા માટે એક જ સાંકડો રસ્તો હોવાના કારણે અહીં અકસ્માતની દહેશત ઉદ્ભવી રહી છે. જેથી મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ભાજપ સરકારના ડિઝાસ્ટર વિભાગ દ્વારા અહીં યોગ્ય કરાય તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને ફરિયાદ કરી છે, અને જણાવ્યું છે કે અમરનાથની ગુફા ની જેમ કુદરતી રીતે બરફનું શિવલિંગ બને છે.

તેમજ આદિત્યાણા નજીક આવેલ જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીપા અંદરની માટી અને રેતીમાં પડે છે, ત્યારે અનેક સ્વયંભ્યુ શિવલિંગ રચાય જાય છે. જમીનની અંદર આવેલી આ ગુફામાં અનેક શિવલિંગ રચાતું હોવાથી અહીં અનેક શ્રદ્ધાળુઓની અને શિવભક્તોની ભારે ભીડ રહે છે. ગુફામાં જવાનું એક જ રસ્તો છે. ગુફામાં અંદર જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા માટે તેમજ આખા વર્ષ દરમિયાન પર્યટકોની અવરજવર રહે છે, અંદર જવા અને બહાર આવવા માટે એક જ રસ્તો હોવાથી શ્રદ્ધાળુઓનો સમય પણ બગડે છે. અને તંત્રએ અંદર જવા માટે અને બહાર આવવાનો અલગ રસ્તો પણ બનાવી દેવો જોઈએ. ગંભીર દુર્ઘટના ઘટે તો એમરજન્સી માટે કોઈ જ સગવડ અહીં ઉપલબ્ધ નથી. સાંકડા પગથિયાંનો એક જ રસ્તો છે, જેથી વચ્ચેના ભાગે જાળી છે ત્યાંથી પ્રવાસીઓને બહાર કાઢવા માટે કમસેકમ દોરડાની સીડીની વ્યવસ્થા રાખવી જોઈએ, તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

4 વર્ષ પહેલા ક્ષતીઓ અંગે ધ્યાન દોર્યું છતાં કામગીરી કરાઈ નથી
4 વર્ષ પહેલા પોરબંદરની બે કોલેજીયન યુવતીઓએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાયલોટ પ્રોજેક્ટ કીર્તિ મંદિરે હાથો હાથ આપીને જાંબુવંતી ગુફા અંગે ક્ષતીઓ વિશે ધ્યાન દોર્યું હતું. ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓ એકત્રિત થાય ત્યારે સલામતી અને સુરક્ષા કયા કયા પ્રકારની હોવી જોઈએ તે અંગે ઊંડાણથી સંશોધન કરીને મહત્વની માહિતી વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. ત્યારે યોગ્ય કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી કામગીરી કરાઈ નથી.

ભીડ હોય ત્યારે બહાર આવવાના બીજા રસ્તાની વ્યવસ્થા અનિવાર્ય
જાંબુવંતી ગુફામાં પ્રવેશવા માટે એક જ સાંકડો રસ્તો છે, અને અહીં મહાશિવરાત્રી સહિતના ધાર્મિક તહેવારો ઉપર હજારો લોકોની ભીડ હોય છે. ત્યારે આ જાંબુવંતી ગુફામાં બહાર નીકળવા માટે અન્ય કોઈ બીજો રસ્તો નથી. હજારો ભક્તોની ભીડ હોય જેથી અહીં બહાર આવવા માટે બીજા રસ્તાની વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

સાંકડા પગથિયાં મોટા અને પહોળા કરવા માંગ ઉઠી
જાંબુવંતી ગુફાના પગથીયા ખૂબ જ સાંકડા છે, અંદર પ્રવેશવા માટે અહીં લોકોને મુશ્કેલી પડે છે. જેથી પગથિયાં મોટા અને પહોળા કરવા જરૂરી છે, અને અનેક લોકો તો અંદર પ્રવેશવામાં પણ ગભરામણ અનુભવે છે. જેથી યોગ્ય કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...