તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમારોમાં રોષ:1500થી વધુ બોટ બંધ કરવી પડી હોવાની નોબત આવતા માછીમારોમાં રોષ , લાઇન ફિશીંગથી માછીમારોને નુકસાની : મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરિયાઇ જીવ સૃષ્ટિનું નિકંદન નિકળી રહ્યું છે, માછલીની આવક ઘટી

પોરબંદરમાં લાઈન ફિશિંગ માછીમારીના કારણે માછીમારોને તેમની 1500થી વધુ બોટ બંધ કરવી પડી હોવાની નોબત આવી છે. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે માછીમારીની સિઝન ચાલુ હતી ત્યારે કોરોનાવાયરસના કારણે માછીમારોના ધંધા-રોજગાર પર માઠી અસર પહોંચી છે અને દરિયામાં લાઈન ફિશિંગ માછીમારી કરવામાં આવતી હોવાથી દરિયાઈ જીવ સૃષ્ટિનું નિકંદન નીકળી રહ્યું છે. અને નાની માછલીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે.

લાઈન ફિશિંગ માછીમારી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ યોગ્ય પગલા લેવામા આવતા નથી. સમુદ્રમાં લાઇન ફિશિંગ માછીમારીથી નાની માછલી અને દરિયાઈ જીવ સૃષ્ટિનું નિકંદન નીકળી રહ્યું હોવાના પગલે હાલ બોટમાં માછલીના જથ્થાની ખૂબ ઓછી માત્રામાં આવક થઈ રહી છે.

માછીમારો ઊંડે સુધી માછીમારી કરવા માટે જાય તો પણ પોતાના ખર્ચા પાણી નીકળે તેટલા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી. અને હાલ લાઈન ફિશિંગ માછીમારી બંધ ન કરાય હોવાથી પોરબંદરમાં પંદર સોથી વધુ બોટ બંધ કરવાની નોબત આવી છે. બોટ માલિકોએ તેમની બોટોને સમુદ્રકિનારે લાગરી દેવાની ફરજ પડી છે. જેથી તાત્કાલિક ધોરણે લાઈન ફિશિંગ માછીમારી બંધ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો