આખલા પકડવાની ઝુંબેશ જરૂરી:રામટેકરી નજીક આખલાના યુદ્ધમાં 2 બાઇકને નુકસાન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આખલાનો ત્રાસ વધ્યો, લોકોના જીવ જોખમમાં મુકાયા. - Divya Bhaskar
પોરબંદરમાં આખલાનો ત્રાસ વધ્યો, લોકોના જીવ જોખમમાં મુકાયા.
  • પોરબંદરમાં આખલાનો ત્રાસ વધ્યો : આખલા પકડવાની ઝુંબેશ જરૂરી

પોરબંદર શહેરમાં આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને પાલિકાના ચીફઓફિસરે એ સમયે એવું જણાવ્યું હતું કે એક માસમાં શહેર આખલાના ત્રાસથી મુક્ત થશે. પરંતુ બે ચાર દિવસની કામગીરી બાદ આ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી. હાલ આખલાના ત્રાસને કારણે શહેરીજનો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ગઈકાલે રામટેકરી વિસ્તારમાં રોડ પર આખલા યુદ્ધ સર્જાયું હતું જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.

આ આખલા યુદ્ધમાં બે બાઇકને નુક્શાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આખલાના ત્રાસના કારણે વૃદ્ધોને બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે. આખલાના ત્રાસને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે. તો આખલા યુદ્ધના કારણે કેટલાક શહેરીજનોના મોત પણ નિપજ્યા છે અને અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો છે આમછતા આખલાને પકડવા માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી જોવા મળતી નથી. આખલાઓનો ત્રાસને કારણે કોઈ નિર્દોષ લોકો ભોગ બને તે પહેલા શહેર માંથી આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર લાખણશીભાઈ ગોરાણીયાએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...