પોરબંદર થી જામરાવલ ખાતે ઉપાડતી દૈનિક બસને રદ કરી તેને સાપ્તાહિક કરી નાખતા મુસાફરોની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર એસટી તંત્રના અવ્યવહારુ નિર્ણયના કારણે મુસાફરોની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પોરબંદર થી નિયમિત સાંજે સાત વાગે ઉપડતી પોરબંદર-જામરાવલ બસ એસટી વિભાગે સપ્તાહમાં એક વખત દોડાવવાનો નિર્ણય કર્યો હોય તેમ અવારનવાર આ રૂટ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે પોરબંદર થી સાંજના જામ રાવલ અને બરડા પંથકના ગામોમાં જતા મુસાફરોને ફરજીયાત ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.
આજ બસ જામરાવલ થી સવારે છ વાગે ઉપડે છે અને આ રૂટ અવાર-નવાર રદ કરી દેવાતા જામ રાવલના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાંજના સમયે સાત વાગ્યાની બસનો ઉપયોગ કરે છે. એસટી વિભાગ આ રૂટ ગમે ત્યારે બંધ કરી દે છે ત્યારે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓની હાલત કફોડી બની રહે છે. આ બસ રૂટ નિયમિત શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી રાવલના શહેરીજનોએ ઉચ્ચારી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.