આયોજન:પોરબંદરમાં સાયકલોફન 2022 નું આયોજન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા સાયકલો ફન 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં ઉત્સાહ ભેર 250 જેટલા નાના બાળકો,બહેનો અને ભાઈઓ જોડાયા અને સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ દાખવી હતી.

પોરબંદરમાં ગઇકાલે રોટરી કલબ ઓફ પોરબંદર અને પોરબંદર સાયકલિંગ કલબ દ્વારા એક સાઇકલોફન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. કે. અડવાણી સાહેબે ઝંડી ફરકાવીને રવાના કરાવ્યા. આ રેલીમાં સૌથી નાનો મહર્ષિ ઉ.વ. સાત સૌનું આકર્ષણ બન્યો હતો એ સિવાય અન્ય દસ જેટલા બાળકો જોડાયા હતા.

રેલીને રૂટમાં ટ્રાફિક અડચણ વિના પસાર કરવા પોલીસની ટિમ પણ સતત સાથે રહી હતી. રો. કેતન પારેખ પ્રમુખ રોટરી ક્લબ ઓફ પોરબંદર, રો.કપિલભાઈ કોટેચા સેક્રેટરી, રો.મિલન ઠકરાર પ્રો. ચેર, રો.અનીલરાજ સિંઘવી, રો. પૂરણેશ જૈન, રો. જીજ્ઞેશ લાખાણી,રો. નિમિશ શાહ, ડો. દર્શક પટેલ, ભરત મેસવાણીયા,મનીષ માલવીયા, નમન જૈન,આંશી ઠકરાર અને દિલેન લાખાણી વિગેરે મિત્રો જુદી વ્યવસ્થા સંભાળીને રેલીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મેડિકલ ઇમરજન્સી માટે ડો.સિદ્ધાર્થ અને ડૉ. નુતનબેન ગોકણી તથા તેમની ટિમ સાથે રેલી દરમિયાન હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...