વેપારીઓમાં ખુશીની લહેર:પોરબંદરની બજારમાં તહેવારને લઈને ગ્રાહકોની ભીડ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી તહેવારોને લઇને ખરીદી જામતા વેપારીઓમાં ખુશીની લહેર

પોરબંદરમાં તહેવાર નજીક આવે છે જેને લઈને બજારમાં ગ્રાહકોની ભીડ જામી છે. વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળે છે. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે બાદ જન્માષ્ટમીનો તહેવારને પણ ગણતરીના દિવસો બાકી છે. ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે 2 વર્ષ સુધી જન્માષ્ટમીનો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આ વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો ઉજવવાનું આયોજન કરાયું છે અને ચકડોળ, ખાણીપીણી સહિતના સ્ટોલની હરરાજી પણ થઈ ગઈ છે. જેથી લોકોમાં બહોળો ઉત્સાહ જોવા મળે છે જેની અસર બજારમાં જોવા મળી છે. હાલ તહેવારને લઈને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. રક્ષાબંધન અને બાદ જન્માષ્ટમીના લોકમેળા માટે ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે.

બજારમાં તહેવારને લઈને રોનક જોવા મળી છે. ગ્રાહકોની ભીડ છે. બજારમાં સાડી, ડ્રેસ, ચપ્પલ, તૈયાર શર્ટ, ટીશર્ટ, શૂઝ, કટલેરી, હોઝિયરી, ઇમિટેશન ઝવેલરીની ખરીદી થઈ રહી છે. તહેવારમાં લોકો લોકમેળા માટેની તૈયારી કરી રહ્યા છે જેથી દુકાનદારોમા ખુશીની લહેર જોવા મળે છે.

ઓનલાઇન ખરીદીની થોડી અસર છે
ઓનલાઇન વેચાણ વધ્યું છે ત્યારે બજારમાં થોડી અસર જોવા મળે છે તેવું જણાવી વેપારીઓએ કહ્યું હતુંકે, હાલ ઓનલાઇન માર્કેટિંગમાં સેલ ચાલતા હોય છે અને સસ્તું વેચાણ થતું હોય જેથી કેટલાક ગ્રાહકો ઓનલાઇન માર્કેટિંગમાં ખરીદી કરતા હોય છે, પરંતુ મોટાભાગના ગ્રાહકો જોઈને પસંદ કરીને ખરીદી કરતા હોય તેવા ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરતા નથી.

ઓનલાઈનના કડવા અનુભવ પણ સામે આવે છે
પોરબંદરમાં મુખ્ય બજારના વેપારીઓએ જણાવ્યું હતુંકે ઓનલાઇન માર્કેટિંગમાં અનેક ગ્રાહકો ખરીદી કરે છે અને કાપડ, શૂઝ જે ઓનલાઈનમાં બતાવે છે તેવા નીકળતા હોતા નથી જેથી ઓનલાઇન ચીજો રિટર્ન કરે છે અને સ્થાનિક બજારમાં આવીને વેપારીઓને ઓનલાઇન ખરીદીનો કડવો અનુભવ જણાવતા હોય છે. આવા ગ્રાહકો સ્થાનિક બજાર માંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખતા થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...