વધુ એક નાપાક હરકત:પાકિસ્તાન મરીને પોરબંદરની 3 બોટ, 18 માછીમારોના અપહરણ કર્યા; એક જ મહિનામાં બીજી અપહરણની ઘટનાથી માછીમારોમાં રોષ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાક મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર ભારતીય જળસીમા નજીક થી ગુજરાતની ફિશિંગ બોટોના અપહરણ કરવાની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી 3 બોટના અપહરણ થયા છે.

બંદૂકના નાળચે તમામને બંધક બનાવ્યા
આ અંગે પોરબંદર માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્ર ની કેટલીક ફિશિંગ બોટો ગ્રુપ માં ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીન સિક્યુરીટી ની શીપ ત્યાં ઘસી આવી હતી અને બંદુકના નાળચે ત્રણ બોટ અને તેમાં રહેલા 18 જેટલા ખલાસીઓના અપહરણ કરી કરાચી તરફ લઇ જવાયા છે.

માછીમારોમાં રોષ ભભૂક્યો
અપહરણમાં 2 પોરબંદરની ફિશિંગ બોટ અને 1 વેરાવળની ફિશિંગ બોટ હોવાનુ જાણવા મળે છે. અપહરણ કરાયેલ બોટો ના કે ખલાસીઓ ના નામ હજુ સુધી જાણી શકાયા નથી. ગત તા. 13ના રોજ પાક મરીન સિક્યુરિટી દ્વારા પણ સૌરાષ્ટ્રની 3 બોટ અને 17 માછીમારોના અપહરણ કર્યા હતા જેમાં પોરબંદરની 2 બોટ હતી. માછીમારોમા રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...