​​​​​​​અજાણ્યા શખ્સ સામે ફરિયાદ:ઇન્સ્ટાગ્રામ પર ID બનાવી યુવતીના ફોટો અપલોડ કર્યા, પોરબંદરની યુવતિના ઇન્સટાગ્રામમાં ફોટો વાયરલ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ

પોરબંદર શહેરમાં એક યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઇ અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામમાં આઇડી બનાવીને તેના ફોટો તેની પરવાનગી વગર અપલોડ કર્યા છે. પોરબંદરના જુરીબાગ શેરી નં. 14 માં રહેતી યુવતિ કાજલબેન કિશોરભાઇ મજીઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઇ અજાણ્યા શખ્સે kaju majithita નામનું ઇન્સ્ટાગ્રામ પર આઇડી બનાવેલ છે અને તેના પ્રોફાઇલ પર તેણીના ફોટો તેની પરવાનગી વગર અપલોડ કર્યા છે.

આ અંગે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ PI એન. એન. તળાવીયાએ હાથ ધરી છે.અત્રે નોંધનીય છેકે, સોશ્યલ મિડીયા બેલગામ બન્યું છે. ખોટી આઇડી બનાવી ફોટો શેર કરવા તેમજ ફ્રોડ કરવાની પેરવી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...