તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સવા વર્ષમાં કોવિડ પાછળ 5 કરોડથી વધુનો ખર્ચ થયો

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે મશીન ફાળવ્યા હોત તો મોટી રકમની ચૂકવણીથી બચી શકાય તેમ હતુ, ભવિષ્યમાં મશીનરી ઉપયોગી બનત
  • જો સિવીલ લેબમાં રૂ. 45 લાખના મશીન ફાળવ્યા કે ખરીદ્યા હોત તો ખાનગી લેબને રૂ. 70 લાખ ચૂકવવા ન પડત

છેલ્લા સવા વર્ષમાં સિવિલ દ્વારા કોવિડ પાછળ રૂ. 5 કરોડથી વધુ નો ખર્ચ થયો છે. જો સિવિલ લેબમાં રૂ. 40 લાખના મશીન ફાળવ્યા હોત કે ખરીદયા હોત તો ખાનગી લેબને રૂ. 70 લાખ ચૂકવવા ન પડત.પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોનાની પ્રથમ વેવ અને બીજી વેવમાં કોરોના પોઝિટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા વધી હતી. પ્રથમ વેવમાં ખાનગી હોસ્પિટલ પણ કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવી હતી. અને બાદ કોરોનાની બીજી વેવમાં સિવિલ કોવિડ ઉપરાંત નર્સિંગ કોવિડ શરૂ કરી હતી.

જેમાં દર્દીઓના બેડની ખરીદી, કેટરિંગ, ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પાછળ, સાધનોની ખરીદી સહિત કોવિડ પાછળ સવા વર્ષમાં કુલ રૂ. 5,01,68, 200નો ખર્ચ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની લેબોરેટરી ખાતે ડી ડાઈમર, ફેરિટીન, આઈએલ6, એલડીએચ, એચબી ઇલેક્ટ્રોફોરેસીસ ટેસ્ટ માટેની સુવિધા નથી અને આ પ્રકારના મશીનો ફાળવવામાં આવ્યા નથી. કોવિડના દર્દીઓના આ પ્રકારના લોહીના ટેસ્ટ કરાવવા અતિ જરૂરી હોય છે. જે મશીનો સિવિલ લેબમાં ફાળવ્યા નથી.

કોવિડના દર્દીઓ માટે ટેસ્ટની જરૂરિયાતને ધ્યાને લઈને હોસ્પિટલના તંત્ર અને લેબ ટેક્નિશિયનોએ અંદાજે 1 વર્ષ પહેલા સરકાર પાસે આ પ્રકારના મશીનો ફાળવવા માટે રજુઆત પણ કરી હતી. પરંતુ આ પ્રકારના ટેસ્ટ થઈ શકે તેવા મશીનો ફાળવ્યા ન હતા. આ મશીનોમાં સિવિલ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ મશીનના રૂ. 30 લાખ અને અન્ય પેથોલોજી રિપોર્ટ માટે રૂ. 15 લાખની મશીનરી સહિત કુલ 45 લાખ રૂપિયાના મશીન ફાળવ્યા હોટ અથવા તંત્રએ આ મશીનો ખરીદયા હોત તો ખાનગી લેબોરેટરી ખાતે આ પ્રકારના ટેસ્ટ માટેના રૂપિયા 70.21 લાખ ચૂકવવા ન પડત.

કોવિડના દર્દીઓથી બન્ને કોવિડ હોસ્પિટલ ઉભરાતી હતી. અને દાખલ દર્દીઓને આ પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી હોય જેથી ટેન્ડર પ્રક્રિયાથી ખાનગી લેબને એમઓયુ કરી મંજૂરી આપી હતી અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ખાનગી લેબને કોવિડ ટેસ્ટના 70.21 લાખ ચુકવવામાં આવ્યા છે. અને હાલ પણ ત્રણ ખાનગી લેબ સાથે એમઓયુ કર્યા છે. આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં પણ કોવિડના દર્દીઓના બ્લડ ટેસ્ટ ખાનગી લેબમાં થશે જેથી હજુ પણ સિવિલ તંત્ર દ્વારા ખાનગી લેબને બ્લડ ટેસ્ટના રૂપિયા ચૂકવવા પડશે.

જેનો આંકડો ચૂકવેલી રકમ જેટલો પણ થઈ શકે છે. જો આ મશીનરીઓની ખરીદી કરી હોત કે સરકારે આ મશીનો ફાળવ્યા હોત તો આ મશીનરી ભવિષ્યમાં પણ કામ આવી શકત અને મોટી રકમની ચુકવણીથી બચી શકાય તેમ હતું.

ઇમરજન્સી ટેન્ડર મંગાવ્યા હતા, ખાનગી લેબને મંજૂરી આપી હતી
સિવીલ લેબમાં કોવિડના બધા રિપોર્ટ થતા ન હતા એટલે ઇમરજન્સીમાં ટેન્ડર મંગાવ્યા હતા. અને ખાનગી લેબને મંજૂરી આપી હતી. આ મશીનો તો નવા લીધા હોત કે મશીનો ફાળવ્યા હોત તો પણ કોવિડ બાદ તો કામ ન આવે. તેના માટે ફાઉન્ડેશનની જગ્યા પણ હોવી જોઈએ. - અલ્કાબેન કોટક, સિવિલ સર્જન, પોરબંદર

ખાનગી હોસ્પિટલને રૂ. 53 લાખ ચૂકવ્યા
કોરોનાની પ્રથમ વેવમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઠકરાર હોસ્પિટલ રાખવામાં આવી હતી. જેમાં ISO 6 બેડ અને 100 બેડ સેમી આઇસોલેશનની વ્યવસ્થા રાખી હતી. 16/4 થી 5/6 સુધી મા કુલ રૂ. 53, 60,040 ચુલવવામાં આવ્યા હતા.

પ્રથમ અને બીજી વેવમાં કોવિડ પાછળ થયેલ ખર્ચ
સિવીલ કોવિડ અને નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે 2020મા રૂ. 2,13,58,379 તેમજ 1 એપ્રિલ 2021થી તા. 2 જૂન સુધીમાં રૂ. 2,86,09,821 નો ખર્ચ થયો છે.

અન્ય સમાચારો પણ છે...