તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોવિડ હોસ્પિટલ, સેન્ટરમાં 358 દર્દીઓ દાખલ, સ્ટાફના અભાવે અનેક દર્દીઓ વેઇટીંગમાં

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા સમાચાર, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીનો મૃત્યુ આંક ઘટ્યો
  • શુક્રવારે આવી બીમારી ધરાવતા 4 દર્દીના મોત

લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીનો મૃત્યુ આંકમાં સદનસીબે ઘટાડો નોંધાયો છે. પોરબંદરની બન્ને કોવિડ ખાતે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 4 દર્દીના મોત થયા છે. બન્ને કોવિડ અને કોવિડ સેન્ટર ખાતે 325થી વધુ દાખલ છે. સ્ટાફ અભાવને કારણે દર્દીઓ વેઇટિંગ પર રહેવું પડે છે. પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક બની છે અને સરકારી બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.

હાલ બન્ને કોવિડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર ખાતે 325થી વધુ દર્દી દાખલ છે. અને મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર છે. રિપોર્ટ નેગેટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુની સંખ્યામાં સદનસીબે ઘટાડો થયો છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 4 દર્દીના મૃત્યુ થયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ ની વ્યવસ્થા છે પરંતુ સ્ટાફનો અભાવ હોવાને કારણે દર્દીઓને દાખલ કરવા મુશ્કેલ બન્યા છે.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે જેટલા બેડ છે તેમાં તબીબ સહિતનો સ્ટાફ માંડ પહોંચી શકે છે. ત્યારે વધુ દર્દીને દાખલ કરવા સ્ટાફનો અભાવ હોવાથી પૂરતું ધ્યાન આપી શકાતું નથી આથી જે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે તે બેડ પર તુરંત નવા દર્દીને દાખલ કરવામાં આવે છે. હાલ નવા દાખલ થનાર દર્દીનો વારો વેઇટિંગ પર રાખવામાં આવે છે.

સિવિલ કોવિડ હોસ્પિટલની સ્થિતિ ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 78 દર્દી દાખલ છે. જેમાંથી 13 દર્દી પોઝિટિવ અને 54 નેગેટિવ દર્દી દાખલ છે. 16 દર્દી બાયપેપ પર છે. 1 દર્દી હાઈફલો પર છે. રિપોર્ટ ન આવ્યો હોય તેવા 11 દર્દી દાખલ છે. સેમી આઇસોલેશનમાં 127 દર્દી દાખલ છે.

નર્સિંગ કોવિડ હોસ્પિ.ની સ્થિતિ?
પોરબંદરની નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે કુલ 67 દર્દી દાખલ છે. તમામ દર્દીઓ ઓક્સિજન પર છે.

સિવીલ કોવિડના 47 દર્દી નર્સીંગ ખાતે શિફ્ટ કરાયા
સિવિલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કામ ચાલુ છે અને દરેક વોર્ડમાં ઓક્સિજન પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી એક વોર્ડના 47 દાખલ દર્દીને સારવાર માટે નર્સિંગ કોવિડના ત્રીજા માળે શિફ્ટ કરવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડો. ઠાકોરે જણાવ્યું હતું કે, ઓક્સિજન પાઈપલાઈન કામગીરી વોર્ડમાં શરૂ હોવાથી આ વોર્ડ ખાલી કરવામાં આવ્યો છે અને દર્દીને શિફ્ટ કર્યા છે. ધીરે ધીરે દરેક વોર્ડમા પાઇપલાઇન કામગીરી થશે જેથી દર્દીઓને એકસાથે નહિ પરંતુ તકલીફ ન પડે તે રીતે શિફ્ટ કરી એક વોર્ડમાં પાઇપલાઇન કામ પૂરું થતા દર્દીઓને ફરીથી એ વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
સિવીલના આઇસોલેશનમાં 49 દર્દી દાખલ છે જેમાં 7 દર્દી પોઝિટિવ અને 40 દર્દી નેગેટિવ છે. 16 દર્દી બાયપેપ પર છે. જ્યારે સેમી આઇસોલેશનમાં 102 દર્દી દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...