તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:કોવિડ હેલ્પ એસો. દ્વારા ઓક્સિજન મશીનની સેવા શરૂ કરવામાં આવી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેસ્ટર મહેર સમાજ યૂકે દ્વારા 10 ઓક્સિજન મશીનનો સહયોગ પ્રાપ્ત થયો

પોરબંદરમાં કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા થઈ રહેલી માનવ સેવાની કામગીરી બાબતે હિરલબા જાડેજાએ યુકે સ્થિત તેઓના દીકરી ગીતાબેન કારાવદરાને માહિતગાર કર્યા હતા જેના કારણે તેઓએ લેસ્ટર મહેર સમાજના આગેવાનો સાથે મળીને પોરબંદર વિસ્તારના દર્દીઓની સેવા માટે મદદરૂપ થવા સંકલ્પ કર્યો હતો અને જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ અમુક સમય સુધી ઓક્સિજનની જરૂર પડે છે તેવા દર્દીઓ માટે સ્વ. ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુ.કે સ્થિત દીકરી ગીતાબેન અને જયેશભાઇની અપીલને ધ્યાનમા લઇ લેસ્ટર મહેર સમાજના આગેવાનો પ્રતાપભાઇ ઓડેદરા, નાગાજણભાઈ બાપોદરા વગેરેએ સાથે મળી દર્દીઓની સેવા માટે 10 ઓક્સિજન મશીન કોવિડ હેલ્પ એસોસિએશનને ભેટ આપ્યા છે.

રૂ. 6.30 લાખના ખર્ચે દસ ઓક્સિજન મશીનોનું દાન આપવા બદલ કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જે પણ દર્દીઓને ઘરે ઓક્સિજન મશીનની જરૂર પડે તેવા દર્દીઓએ કોવિડ હેલ્પ એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરવો અથવા માવતર હોસ્પીટલ, સૂરજ પેલેસ પોરબંદર ખાતે સંપર્ક કરવા કોવિડ હેલ્પ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...