તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પોરબંદરના 22 ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

ગોસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુતિયાણાના ધારાસભ્યની રજૂઆતથી દર્દીઓને રાહત મળી

કુતિયાણાના વિધાનસભા મત વિસ્તારમાં આવતાં ગામડાંઓના લોકોને સ્થાનિક સ્તરે ઝડપી સારવાર મળી રહે તે માટે કુતિયાણાના ધારાસભ્યે કરેલી રજૂઆતના પગલે રર ગામડાંઓમાં કોવિડ કેર સેન્ટરો કાર્યરત થતાં દર્દીઓને રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક સ્તરે તાત્કાલિક સારવાર મળે તે માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સરકારમાં રજૂઆતો કરી હતી.

જેને પગલે સરકાર દ્વારા ઘેડ વિસ્તારના રર ગામડાંઓ એરડા, ઓડદર, ભડ, ચિકાસા, ચિંગરીયા, દેરોદર, ગોસા(ઘેડ), કડછ, કેશોદ(લુશાળા), મંડેર(ઘેડ), મિત્રળા, મુળમાધવપુર, નવીબંદર, પાતા(ઘેડ), રતનપર, રાતીયા, ઉટડા આ ગામોએ પ્રાથમિક શાળાઓમાં, આંગણવાડી, સમાજોમાં, કોમ્યેનિટી હોલમાં ૫-૫ બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવેલ છે.

જયારે બળેજ ગામે સર્વકલ્યાણ ટ્રસ્ટના દવાખાનામાં ૧૦ બેડ, ગરેજ(ઘેડ) ગામે પ્રા.શાળામાં ૫ તથા પી.એચ.સી. માં ૪ બેડ, ગોરસર ગામે સાયકલોન સેન્ટરમાં ૫૦ બેડ, માધવપુર શેઠ એન.ડી.આર હાઈસ્કુલ ખાતે ૧૫ બેડ તથા પી.એચ.સી. ૪ બેડ અને ટુકડા-ગોસા ગામે સાયકલોન સેન્ટરમાં ૫૦ બેડ મળી પોરબંદર તાલુકાના ઘેડમાં કૂલ ૨૨૮ બેડની વ્યવસ્થા સાથે સ્થાનિક લેવલે કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવેલ છે. જેને લીધે હાલ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ભારે રાહત પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...