તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગોસાના સાયક્લોન સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર બનાવાયું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સાર્થક કરતું ટુકડા ગોસા ગામ

મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં પોરબંદર જિલ્લાનું ટુકડા (ગોસા)ગામ પણ જોડાયું છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો આપસમાં આત્મીયતાથી જોડાયેલા હોય છે. હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગામડાઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે હાલ સ્વૈચ્છિક લોકડાઉનનુ પાલન પણ કરી રહ્યા છે. પોરબંદર-માધવપુર વચ્ચે મુખ્ય રોડ પર દરિયા કિનારે આવેલુ ટુકડા (ગોસા) ગામ કોરોના મહામારી સામે લડવા એકજુટ થયુ છે.

45 વર્ષથી વધુ વયના મોટાભાગના નાગરીકોએ કોરોના પ્રતિરોધક રસીના પ્રથમ અને બીજો ડોઝ મુકાવ્યો છે. ગામનો મુખ્ય ધંધો ખેતી પશુપાલન હોવાથી હાલ સવારે 7થી10 અને સાંજે 5થી7 સુધી દુકાનો ખુલી હોય છે. ગામમા આવેલ સાયકલોન સેન્ટર ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે. 50 બેડનું સેન્ટર શરૂ કરાયું છે. તેમ ગામના સરપંચ લાલજીભાઇ ટુકડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...