તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાજ્યના પ્રવાસન નિગમના ઉપક્રમે કોવિડ-19 તાલીમ કાર્યક્રમ યોજાયો

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરના આતિથ્ય એકમોના સંચાલકોને પ્રવાસીઓની દેખરેખ માટે જરૂરી માહિતી અપાઇ

પોરબંદર શહેરના આતિથ્ય એકમો ચલાવતા સંચાલકોને રાજ્યના પ્રવાસન નિગમે ઓનલાઇન કોવિડ-૧૯ તાલીમ કાર્યક્રમ યોજીને બહારથી આવતા પ્રવાસીઓની દેખરેખ દરમ્યાન જરૂરી એવી ઉપયોગી માહિતી આપી હતી.

પોરબંદર શહેરમાં ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમ ગાંધીનગરના ઉપક્રમે એક ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના આતિથ્ય એકમો જેવા કે ગેસ્ટ હાઉસ, હોટેલ્સ, લોજ, ટુરીસ્ટ હોમ્સ, રીસોર્ટસ, હોમસ્ટે, ફાર્મસ્ટે, એપાર્ટમેન્ટ હોટેલ્સ, પેઇંગ-ગેસ્ટ રેસીડેન્સી, આવાસ વગેરે જેવા એકમો કે જે બહારથી આવતા પ્રવાસી/મુસાફરો માટે રોકાણ સગવડો આપતા આતિથ્ય એકમોના સંચાલકો તથા મેનેજરોને કોવિડ-૧૯ ની ગાઇડલાઇન વિષેનું જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

હાલ દેશભરમાં ચાલી રહેલા કોરોના મહામારીકાળ દરમ્યાન બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોને રોકાણની સગવડો આપતા એકમોના સંચાલકોને કોવિડ-૧૯ વિષે ઓનલાઇન કાર્યક્રમ યોજીને તાલીમ આપવામાં આવી હતી. આતિથ્ય એકમોએ બહારથી આવતા પ્રવાસીઓ કે મુસાફરોની દેખરેખ દરમ્યાન કઇ કઇ બાબતોની કાળજી રાખવી ? તેમજ કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ શું સાવચેતી રાખવી, જેવી અનેક ઉપયોગી માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ ઓનલાઇન કોવિડ-૧૯ તાલીમ કાર્યક્રમ આપવા માટે અથર્વ પ્લાનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર પ્રા.લી.(અપાર્ક) અમદાવાદના પ્રતિનીધિ અમિષાબેન પટેલ અને અલ્કેશસીંહ મુળીયા દ્વારા પોરબંદર જિલ્લાનું ઓનલાઇન કોવિડ-૧૯ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શહેરના આતિથ્ય એકમોના સંચાલકો-મેનેજરોને ઉપયોગી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો